ઝાંસીથી પ્રયાગરાજ જતી ટ્રેન પર મધ્યપ્રદેશના હરપાલપુરમાં હુમલો થયો. હુમલાખોરોએ ટ્રેન પર પથ્થરમારો જ નહીં પરંતુ તેમાં તોડફોડ પણ કરી
ઝાંસીથી પ્રયાગરાજ જતી ટ્રેન પર મધ્યપ્રદેશના હરપાલપુરમાં હુમલો થયો. હુમલાખોરોએ ટ્રેન પર પથ્થરમારો જ નહીં પરંતુ તેમાં તોડફોડ પણ કરી
ઝાંસીથી પ્રયાગરાજ જતી ટ્રેન પર મધ્યપ્રદેશના હરપાલપુરમાં હુમલો થયો. હુમલાખોરોએ ટ્રેન પર પથ્થરમારો જ નહીં પરંતુ તેમાં તોડફોડ પણ કરી. આ ટ્રેન મહાકુંભ માટે જઈ રહી હતી. તમને જણાવી દઈએ કે આવતીકાલે મૌની અમાવસ્યાના કારણે, વિવિધ સ્થળોએથી લાખો ભક્તો પ્રયાગરાજ પહોંચી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, આ ઘટના રાત્રે લગભગ 1 વાગ્યે ઝાંસી ડિવિઝનના હરપાલપુર સ્ટેશન પર બની હતી. અહીં ટોળાએ અચાનક ટ્રેન પર હુમલો કર્યો, જેના કારણે ટ્રેનની અંદર બેઠેલા મુસાફરો ગભરાઈ ગયા. હુમલાના વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ભીડમાંથી લોકો ટ્રેનની બોગી પર પથ્થરમારો કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભીડ ટ્રેનમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ જ્યારે લોકો અંદર પ્રવેશી શક્યા નહીં, ત્યારે તેઓએ દરવાજા અને બારીઓ તોડી નાખી.
https://x.com/mogambokhushua/status/1884099247789990087
આ ઘટના બાદ સ્થાનિક પોલીસ અને રેલ્વે પ્રોટેક્શન ફોર્સને તાત્કાલિક ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, રેલવે અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે. આ ઘટનાને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થયો હતો અને ઘણી ટ્રેનો મોડી પડી હતી..
પ્રયાગરાજમાં કડક સુરક્ષા વ્યવસ્થા
મહાકુંભને ધ્યાનમાં રાખીને, ઉત્તર પ્રદેશ વહીવટીતંત્રે સમગ્ર પ્રયાગરાજમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. કુંભ શહેરમાં વિવિધ સ્થળોએ પોલીસ કર્મચારીઓની સાથે વહીવટી અધિકારીઓ અને કર્મચારીઓને પણ તૈનાત કરવામાં આવ્યા છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0