23 ગોલ્ડ મેડલ, 4 સિલ્વર મેડલ મળી 27 જેટલા પદકો સહીત 766 ડીગ્રી એનાયત કરાશે
23 ગોલ્ડ મેડલ, 4 સિલ્વર મેડલ મળી 27 જેટલા પદકો સહીત 766 ડીગ્રી એનાયત કરાશે
વેરાવળની સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો ૧૭મો દીક્ષાન્ત સમારોહ આવતી કાલે સવારે ૧૧ કલાકે યુનિવર્સિટી કેમ્પસમાં યોજાવા જઈ રહ્યો છે. જેમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ અને અત્રેની યુનિવર્સિટીના કુલાધિપતિ દેવવ્રત આચાર્ય અધ્યક્ષરૂપે ઉપસ્થિત રહેશે. સારસ્વત અતિથિ તરીકે પ્રો.એસ. સી. શર્મા, પૂર્વ નિયામક, એન.એ.એ.સી. બેંગલોર તથા ગુજરાતના સંસ્કૃત વિદ્વાન ડૉ. વસંત પરીખ અતિથિરૂપે ઉપસ્થિત રહેશે. અત્રેની યુનિવર્સિટીના કુલપતિ પ્રો. સુકાંત કુમાર સેનાપતિ સ્વાગતકર્તારૂપે અને પ્રભારી કુલસચિવ પ્રો. લલિતકુમાર પટેલ આમંત્રકરૂપે ઉપસ્થિત રહેશે.
યુનિવર્સિટીમાં ચાલતા વિવિધ અભ્યાસક્રમો પૈકી આ વર્ષે શાસ્ત્રી (બી.એ.)-૩૪૦, આચાર્ય (એમ.એ.)-૧૯૫, પી.જી.ડી.સી.એ.-૧૬૯, શિક્ષાશાસ્ત્રી (બી.એડ.)-૫૨ અને વિદ્યાવારિધિ (પીએચ.ડી.)-૧૦ મળીને કુલ ૭૬૬ ડીગ્રી પ્રમાણપત્રો વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવશે. આ દીક્ષાન્ત સમારોહમાં કુલ ૨૩ ગોલ્ડમેડલ (સુવર્ણ પદક) અને ૪ સિલ્વરમેડલ (રજત પદક) એમ કુલ મળીને ૨૭ જેટલા પદકો પણ એનાયત કરવામાં આવશે.
આ સાથે વિશેષમાં ગોપાલ કૃષ્ણ ટ્રસ્ટ, જુનાગઢ તથા અત્રેની યુનિવર્સિટી વચ્ચે થયેલ એમઓયુ અંતર્ગત દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતનાં સંસ્કૃત વિદ્વાન ડૉ. વસંત પરીખને સરસ્વતીબેન જયંતિલાલ ભટ્ટ સંસ્કૃત વિદ્વાન-૨૦૨૫ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. ગુણોત્કર્ષ વર્ષ ૨૦૨૪-૨૫ અંતર્ગત શોધાર્થી નિકુલ શાન્તિલાલ શીલુને ‘शोधविभूषणम्’ નામથી શ્રેષ્ઠ પીએચ.ડી. મહાશોધપ્રબંધ પુરસ્કાર-૨૦૨૫ અને સ્વ.ચિંતામણી જીવણરામ પંડ્યા પુરસ્કાર રાશિ પણ એનાયત કરવામાં આવનાર હોવાનું પ્રભારી કુલસચિવ પ્રો.લલિતકુમાર પટેલે યાદીમાં જણાવ્યું છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0