અમદાવાદ અને મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવા માટે કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે, ત્યારે ગઈકાલે અમદાવાદના વટવા-રોપરા વિસ્તારમાં બુલેટ ટ્રેન માટે બ્રીજ ઉભા કરવાની કામગીરી વખતે ક્રેન અચાનક પડી જતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી.
અમદાવાદ અને મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવા માટે કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે, ત્યારે ગઈકાલે અમદાવાદના વટવા-રોપરા વિસ્તારમાં બુલેટ ટ્રેન માટે બ્રીજ ઉભા કરવાની કામગીરી વખતે ક્રેન અચાનક પડી જતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી.
અમદાવાદ અને મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવા માટે કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે, ત્યારે ગઈકાલે અમદાવાદના વટવા-રોપરા વિસ્તારમાં બુલેટ ટ્રેન માટે બ્રીજ ઉભા કરવાની કામગીરી વખતે ક્રેન અચાનક પડી જતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં બે કર્મચારીઓ ઘાયલ થયાના અહેવાલ છે, પરંતુ અન્ય કોઈ મોટા અકસ્માતના અહેવાલ નથી.
રેલ વ્યવહાર પ્રભાવિત
મળતી માહિતી અનુસાર બુલેટ ટ્રેનના પીલ્લર પર આવેલી ક્રેન અચાનક તૂટી પડી હતી . જેના કારણે નજીકથી પસાર થતા રેલ્વે ટ્રેકને નુકસાન થયું હતું, જેના કારણે મુંબઈ-અમદાવાદ રૂટ પર દોડતી ઘણી ટ્રેનોની અવરજવર પર અસર પડી હતી.ગઈકાલે રાત્રે વડોદરાથી અમદાવાદ જતી 10 ટ્રેનો ખોરવાઈ ગઈ હતી. તેને વિવિધ સ્ટેશનો પર રોકવામાં આવ્યું હતું.
ઘણા રેલ રૂટમાં ફેરફાર
ક્રેનના કદને કારણે અમદાવાદ-મુંબઈ રેલ્વે લાઇન પરનો ઓવરહેડ વાયર તૂટી ગયો હતો, જેના કારણે ઘણી ટ્રેનો અટકી ગઈ હતી. મળતી માહિતી મુજબ, હાલમાં અપલાઇન કાર્યરત છે અને ડાઉનલાઇન પરની ટ્રેનો બંધ છે. ઘણી ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે જ્યારે કેટલીક ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0