વિરાટ કોહલી ૧૩ વર્ષ પછી રણજી ટ્રોફી રમવા આવ્યો. તેમની બેટિંગ જોવા માટે અરુણ જેટલી સ્ટેડિયમમાં હજારો ચાહકો એકઠા થયા હતા. બધાને અપેક્ષા હતી કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સંઘર્ષ કરી રહેલ કોહલી રેલવે સામેની મેચમાં પોતાની લય મેળવશે અને મોટી ઇનિંગ રમશે, પરંતુ એવું બન્યું નહીં