સ્વચ્છતા એ જ જીવન' ને સાર્થક કરતા ધારાસભ્ય મહેશ કસવાળા
સ્વચ્છતા એ જ જીવન' ને સાર્થક કરતા ધારાસભ્ય મહેશ કસવાળા
સાવરકુંડલા તાલુકાના મોટા જીંજુડા અને નેસડી ગામમાં ડોર ટુ ડોર ઘન કચરાને એકત્રિત કરવા માટે ૧૧.૩૫ લાખના ખર્ચે યાંત્રિક સાઘનો ટ્રેકટર તથા ટ્રોલીનું મહેશભાઈ કસવાળા દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
સાવરકુંડલા વિધાનસભા મત વિસ્તારના ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છતા જળવાઇ રહે અને લોકોની આરોગ્ય સુખાકારીમાં વધારો થાય તેવા ઉમદા હેતુથી સરકારની વિવિધ યોજના પૈકી ૧૫માં નાણાપંચ જીલ્લા કક્ષાની ગ્રાન્ટમાંથી ૧૧.૩૫ લાખ મંજુર કરાવી મોટા જીંજુડા અને નેસડી ગામે સફાઇના યાંત્રીક સાઘનો ટ્રેકટર તથા ટ્રોલી જનસેવામાં સમર્પિત કરવામાં આવ્યા હતા.
આ લોકાર્પણ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ જીતુભાઇ કાછડીયા, તાલુકા ભાજ૫ પ્રમુખ હિતેશભાઇ ખાત્રાણી, તાલુકા પ્રચાયતના પૂર્વ પ્રમુખ મનુભાઇ ડાવરા, તાલુકા પંચાયતના સદસ્ય મુકેશભાઇ મહીડા તેમજ તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન ઇલાબેન નાકરાણી અને તાલુકા વિકાસ અઘિકારી વાઘાણી તથા મોટા જીંજુડા ગામના સરપંચ પંકજભાઇ ઉનાવા, નેસડી ગામના સરપંચ કરશનભાઇ વઘાસીયા તથા તાલુકા પંચાયતના કર્મચારી અને જનતા ઉ૫સ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. તેમ સત્વ અટલધારાના ઇન્ચાર્જ જે.પી.હીરપરાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0