બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટા ચુંટણી માટે આજે મતદાન થઇ રહ્યું છે.વહેલી સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ બેઠક લોક્સભની ચુંટણી કરતા પણ વધુ રસાકસીભરી રહી છે.
બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટા ચુંટણી માટે આજે મતદાન થઇ રહ્યું છે.વહેલી સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ બેઠક લોક્સભની ચુંટણી કરતા પણ વધુ રસાકસીભરી રહી છે.
બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટા ચુંટણી માટે આજે મતદાન થઇ રહ્યું છે.વહેલી સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ બેઠક લોક્સભની ચુંટણી કરતા પણ વધુ રસાકસીભરી રહી છે. ભાજપે સ્વરૂપજી ઠાકોરને ટીકીટ આપી છે જયારે કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને મેદાનમાં ઉતર્યા છે.
વાવ બેઠક પર અત્યાર સુધીમાં ૨૪.૩૯% મતદાન થયું છે. ભાભરના વડાણા ખાતે મહિલા મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ મહિલાઓ મતદાન માટે મતદાન કેન્દ્ર પર લાંબી લાઈનો લગાવી છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી છે. આ સાથે જ વાવમાં ૨ જગ્યાએ EVM ખોટવાઈ જતા મતદાન અટક્યું હતું. વાવના ભાખરી અને કુવાળામાં EVM ખોટવાઈ જતા મતદારો અટવાયા હતા
વાવ વિધાનસભાની પેટાચૂંટણીના જંગમાં ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ સહિત કુલ 10 ઉમેદવારો મેદાને છે. જેમનું ભાવિ આજે 3 લાખ 10 હજાર 681 મતદારો EVMમાં સીલ કરશે. વાવ, સુઈગામ અને ભાભર તાલુકાના 179 ગામોના 321 બુથો પર મતદાન થઇ રહ્યું છે. જેમાં 97 જેટલાં સંવેદનસીલ મતદાન મથકો છે. જ્યાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે વેબ કાસ્ટિંગ કેમેરા પણ કાર્યરત કરવામાં આવ્યા છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0