ભારતીય પાસપોર્ટ ધારકો માટે દેશના વિઝા નિયમોમાં મોટો ફેરફાર
ભારતીય પાસપોર્ટ ધારકો માટે દેશના વિઝા નિયમોમાં મોટો ફેરફાર
થાઈલેન્ડ જવા માંગતા ભારતીય પર્યટકો માટે સારા સમાચાર છે. નવા ફેરફારો મુજબ હવે ભારતમાંથી થાઈલેન્ડની મુલાકાત લેનારાઓએ વિઝાની ચિંતા કરવાની જરૂર નથી. થાઈલેન્ડ સરકાર દ્વારા પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે બે મહિના માટે વિઝા-મુક્ત મુસાફરીની મંજૂરી આપતો થાઈલેન્ડની લોક્ચાહનામાં વધારો અને આર્થિક લાભના હેતુથી લીધો નિર્ણય. થાઈલેન્ડ સરકારની આ નીતિ, પ્રવાસનને ધ્યાનમાં રાખીને જાહેર કરવામાં આવી છે, નવા નિર્ણયમાં ભારતની સાથે અન્ય 93 દેશોનો પણ કરાયો સમાવેશ.
થાઈલેન્ડનો પ્રવાસન ઉદ્યોગ કોરોના મહામારીને પગલે ઘણા ખરા પડકારોનો સામનો કરી રહ્યો છે. જેનો સામનો કરવા માટે થાઇલેન્ડે વિશ્વભરના મુલાકાતીઓને પર્યટન માટે આકર્ષવા માટે નવા પગલાંના અમલીકરણને હાથ ધર્યા છે. જેઅ મુખ્યત્વે વિઝા નિયમોમાં થયેલી થોડી છૂટછાટનો સમાવેશ થાય છે.
આ નિયમ આવતા મહિનાથી લાગુ થશે. તાજેતરના નિર્ણયોમાં અન્ય દેશોના કર્મચારીઓ સ્નાતક વિદ્યાર્થીઓ અને નિવૃત્ત લોકોને લાંબા સમય સુધી રહેવાની મંજૂરી આપવાનો સમાવેશ થાય છે. થાઈલેન્ડ સરકાર આનાથી અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવાની અપેક્ષા રાખી રહી છે. થાઈ સરકારનો આ નિર્ણય આવતા મહિનાથી અમલમાં આવશે. જેમાં 93 દેશોના પ્રવાસીઓને 60 દિવસના સમયગાળા માટે થાઈલેન્ડની મુલાકાત લેવાની તક મળશે.
કામદારો માટે વિઝા લંબાવવામાં આવ્યા છે. આ સાથે અન્ય દેશોના કામદારોને પાંચ વર્ષની વિસ્તૃત વિઝા અવધિનો લાભ મળશે. જેમાં દરેક રોકાણમાં 180 દિવસની છૂટ આપવામાં આવશે. તેના પોસાય તેવા ભાવો અને સુંદર ટાપુઓ માટે જાણીતું થાઈલેન્ડ લાંબા સમયથી વિશ્વભરના પ્રવાસીઓ માટે લોકપ્રિય પ્રવાસન સ્થળ છે.
છેલ્લા વર્ષના આકડાઓ મુજબ 2.45 કરોડ વિદેશી પ્રવાસીઓ થાઈલેન્ડ પહોંચ્યા હતા. થાઈલેન્ડ સરકારે વાર્ષિક 25 થી 30 મિલિયન પ્રવાસીઓને આકર્ષવાનું લક્ષ્ય રાખ્યું છે. રાજધાની બેંગકોકની સાથે, ફૂકેટ, ચિયાંગ માઈ તેમજ ઐતિહાસિક શહેરો અયુથ્યા અને સુખોથાઈ મુખ્ય પ્રવાસન સ્થળો છે. દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીય પ્રવાસીઓ થાઈલેન્ડની મુલાકાત લે છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0