NTA એ નીટ યુજી 2024 ગ્રેસ માર્ક્સ પાછા ખેંચ્યા છે. આ સાથે જ 1563 વિદ્યાર્થીઓનો નીટ સ્કોરકાર્ડ રદ કર્યો છે. આ એ વિદ્યાર્થીઓ છે જેમને NEET Grace Marks આપવામાં આવ્યા હતા. હવે આ વિદ્યાર્થીઓના નીટ રિઝલ્ટ રદ કરવામાં આવ્યા છે.
NTA એ નીટ યુજી 2024 ગ્રેસ માર્ક્સ પાછા ખેંચ્યા છે. આ સાથે જ 1563 વિદ્યાર્થીઓનો નીટ સ્કોરકાર્ડ રદ કર્યો છે. આ એ વિદ્યાર્થીઓ છે જેમને NEET Grace Marks આપવામાં આવ્યા હતા. હવે આ વિદ્યાર્થીઓના નીટ રિઝલ્ટ રદ કરવામાં આવ્યા છે.
મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG 2024 પર મોટા સમાચાર આવ્યા છે. આખરે નીટમાં ધાંધલીના આરોપો વચ્ચે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ મોટું પગલું ભર્યું છે. પરીક્ષાનું આયોજન કરનારી રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એટલે કે NTA એ નીટ યુજી 2024 ગ્રેસ માર્ક્સ પાછા ખેંચ્યા છે. આ સાથે જ 1563 વિદ્યાર્થીઓનો નીટ સ્કોરકાર્ડ રદ કર્યો છે. આ એ વિદ્યાર્થીઓ છે જેમને NEET Grace Marks આપવામાં આવ્યા હતા. હવે આ વિદ્યાર્થીઓના નીટ રિઝલ્ટ રદ કરવામાં આવ્યા છે.
આ સાથે જ એનટીએએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે આ 1563 વિદ્યાર્થીઓ માટે ફરીથી નીટની પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ વધુમાં કહ્યું છે કે 30 જૂન પહેલા આ Re NEET Exam નું પરિણામ પણ જાહેર કરી દેવામાં આવશે. NTA એ કહ્યું કે આ 1563માંથી જે ફરીથી પરીક્ષા નહીં આપે તેમને ગ્રેસ માર્ક્સ મળશે નહીં. બધા ફરીથી એક્ઝામ નહીં આપી શકે. એનટીએ તરફથી કહેવાયું છે કે 1563 વિદ્યાર્થીઓ માટે પરીક્ષા 23 જૂને આયોજિત કરાશે અને 30 જૂન સુધીમાં પરિણામ જાહેર કરી દેવાશે.
1563 વિદ્યાર્થીઓના NEET પરિણામ રદ થવાની અને તેના માટે નીટ રી એક્ઝામ થયા બાદ ફાઈનલ સ્કોરની અસર સમગ્ર નીટ મેરિટ યાદી પર પડશે. આ વિદ્યાર્થીઓના માર્ક્સ બદલાતા તેમની નીટ ઓલ ઈન્ડિયા રેન્કિંગ પણ બદલાશે. આ સાથે જ આખી NEET 2024 Merit List પણ બદલાઈ જશે. લાખો બાળકોના રેન્કિંગ પર અસર પડશે. આવામાં એટીએએ ફરીથી NEET Rank List 2024 બહાર પાડવાની જરૂર પડશે.
4 જૂનના રોજ એજન્સીએ NEET UG 2024 ના પરિણામ જાહેર કર્યા હતા અને માર્કિંગ સ્કીમ પર ચિંતા જતાવી. સુપ્રીમ કોર્ટમાં કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા દાખલ એક રિટ અરજીમાં પેપર લીકના આરોપોમાં પરીક્ષાની સેન્ટિટી પર શંકા ઉઠાવવામાં આવી હતી અને કોર્ટને તેને રદ કરવા તથા એનટીએને પરીક્ષા ફરીથી આયોજિત કરવા માટે નિર્દેશ આપવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0