નિજ્જર હત્યાકાંડને લઈને ભારત પર સવાલો ઉઠાવનાર કેનેડાનો અસલી ચહેરો તેના જ એક પૂર્વ પોલીસ અધિકારીએ ખુલ્લો પાડ્યો છે. ટોરોન્ટોના ભૂતપૂર્વ પોલીસ સાર્જન્ટ (ડિટેક્ટીવ) ડોનાલ્ડ બેસ્ટે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે આ મુદ્દાને સમર્થન આપ્યું છે કે કેનેડામાં ઇમિગ્રન્ટ્સ માટે યોગ્ય સ્ક્રીનીંગ પ્રક્રિયાઓનો અભાવ છે.