સંતશ્રી વેલનાથ જયંતી ઉત્સવ સમિતિ દ્વારા ૨૪ વર્ષની સફળતા બાદ રાજકોટની 25મી શોભાયાત્રાની સિલ્વર જ્યુબલી નિમિત્તે ઐતિહાસીક ઉજવણી થશે. ચુંવાળિયા કોળી વિદ્યાર્થી બોર્ડીંગ 'પ્રેરિત તા.7/7/24 રવિવારે અષાઢી બીજના દિવસે શોભાયાત્રાનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે
સમગ્ર રૂટ પર સર્વ સમાજના નાગરિકો ઠેરઠેર સ્વાગત કરશે
સંતશ્રી વેલનાથ જયંતી ઉત્સવ સમિતિ દ્વારા ૨૪ વર્ષની સફળતા બાદ રાજકોટની 25મી શોભાયાત્રાની સિલ્વર જ્યુબલી નિમિત્તે ઐતિહાસીક ઉજવણી થશે. ચુંવાળિયા કોળી વિદ્યાર્થી બોર્ડીંગ 'પ્રેરિત તા.7/7/24 રવિવારે અષાઢી બીજના દિવસે શોભાયાત્રાનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટના રાજમાર્ગો પર નીકળનારી આ શોભાયાત્રાનો રૂટ બહુમાળી ભવન ચોકથી સવારે ૯ કલાકથી પ્રસ્થાન કરી ચૌધરી ગ્રાઉન્ડ ચોક, હોસ્પિટલ ચોક, પારેવડી ચોક, બેડીપરા, પટેલવાડી, પાંજરાપોળ, સંતકબીર રોડ, કે.ડી. કોમ્પ્લેક્સ ચોક, ગોવિંદબાગ મેઈન રોડ, પાણીનો ઘોડો, બાલક હનુમાનજી ચોક, પેડક રોડ, સેટેલાઈટ ચોક, પંડીત દિનદયાલ હોલ ખાતે સમાપન બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
આ શોભાયાત્રામાં સમાજની વિવિધ સંસ્થાઓ, મંડળો, ગ્રુપો, ટ્રસ્ટો, સેનાઓના હોદેદારો તથા સમાજના સહુ ધર્મપ્રેમી ભાઈઓ, બહેનો, બાળકો, વડીલો તથા યુવાનો બહોળી જનસંખ્યામાં પોતાના વાહનો સાથે આ શોભાયાત્રામાં જોડાઈ શોભાયાત્રાને ઐતિહાસીક બનાવશે. આ ઉપરાંત ઉદ્યોગપતિઓ, બિલ્ડરો, વકિલો, શિક્ષકો, સરકારી કર્મચારીઓ, ઉચ્ચકક્ષાના અધિકારીઓ, સરપંચો, તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સદ્દસ્યો, નગરપાલિકા, નગર સેવકો, સામાજીક આગેવાનો, પોત- પોતાના વાહનો સાથે આ શોભાયાત્રામાં જોડાવા સંતશ્રી વેલનાથ જયંતી ઉત્સવ સમિતિ દ્વારા સહુને આહવાન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રાનું પ્રસ્થાન સમાજના સંતો, મહંતો અને રાજકીય મહાનુભાવો અને સામાજીક શ્રેષ્ઠીઓ હસ્તે થશે. આ શોભાયાત્રાનું આમંત્રણ પ્રેસ મીડિયાના માધ્યમથી સમસ્ત કોળી જ્ઞાતિજનોએ સ્વીકારી લેવા વિનંતી કરવામાં આવી છે તેમ સંતશ્રી વેલનાથ જયંતી ઉત્સવ સમિતિના પ્રમુખ દેવાંગભાઈ કુકાવા, મહામંત્રી દિપકભાઈ બાબરીયા, ઈન્ચાર્જ દેવભાઈ કોરડીયા, ખજાનચી દિપકભાઈ માનસુરીયા તથા સર્વે હોદેદારોએ “સમય મિરર" કાર્યાલયની શુભેચ્છા મુલાકાત દરમિયાન જણાવ્યું હતું.
શોભાયાત્રાના ખાસ આકર્ષણો
તા.7 જુનને રવિવારે સવારે 9 કલાકે બહુમાળી ભવન ચોકથી નીકળનારી શોભાયાત્રામાં મુખ્ય રથમાં સંતશ્રી વેલનાથ બાપુની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. જ્યારે ૨૦થી ૨૫ અન્ય બગી, ૧૫૦થી વધુ ફોર વ્હીલ, થ્રી વ્હીલ સહિતના વાહનો ઉપરાંત તમામ સામેલ થયેલા સમાજના યુવાનો, વડીલો પીળા કલરનો ખેસ ધારણ કરેલા હશે. વિવિધ ચોકમાં સર્વ સમાજ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવશે. જ્યારે ડીજેના તાલે નિકળનારી શોભાયાત્રામાં મહિલાઓની ધૂનમંડળી ભજનની રમઝટ બોલાવશે.
Comments 0