18મી લોકસભાના પ્રથમ સત્ર દરમિયાન AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ સંસદ સભ્ય તરીકે શપથ લીધા બાદ ગૃહમાં 'જય ભીમ, જય મીમ, જય તેલંગાણા' અને અંતે 'જય પેલેસ્ટાઈન'ના નારા લગાવીને નવો વિવાદ ઉભો કરી દીધો હતો.
18મી લોકસભાના પ્રથમ સત્ર દરમિયાન AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ સંસદ સભ્ય તરીકે શપથ લીધા બાદ ગૃહમાં 'જય ભીમ, જય મીમ, જય તેલંગાણા' અને અંતે 'જય પેલેસ્ટાઈન'ના નારા લગાવીને નવો વિવાદ ઉભો કરી દીધો હતો.
18મી લોકસભાના પ્રથમ સત્ર દરમિયાન AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ સંસદ સભ્ય તરીકે શપથ લીધા બાદ ગૃહમાં 'જય ભીમ, જય મીમ, જય તેલંગાણા' અને અંતે 'જય પેલેસ્ટાઈન'ના નારા લગાવીને નવો વિવાદ ઉભો કરી દીધો હતો. ઓવૈસી ઉપરાંત અન્ય ઘણા સાંસદો પણ સંસદ સભ્યપદના શપથ લેતા પહેલા કે પછી ગૃહમાં નારા લગાવતા જોવા મળ્યા હતા. આને લઈને વિવાદ વધ્યા બાદ હવે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સાંસદોની શપથવિધિને લઈને નિયમોમાં ફેરફાર કરીને તેને વધુ કડક બનાવ્યા છે.
નવા નિયમ મુજબ હવે ભવિષ્યમાં શપથ લેનારા ચૂંટાયેલા સાંસદોએ બંધારણ હેઠળના શપથના ફોર્મેટ મુજબ જ શપથ લેવાના રહેશે. હવે સાંસદો શપથ લેતી વખતે ના તો નારેબાજી કરી શકશે અને ન તો તેમના શપથમાં અન્ય કોઈ શબ્દ ઉમેરી શકશે. લોકસભાના સ્પીકરના નિર્દેશો અનુસાર, લોકસભામાં કાર્યપ્રણાલી અને કામકાજના નિયમોના નિયમ 389 (17મી આવૃત્તિ)માં ફેરફાર કરવામાં આવ્યો છે.
હવે નિયમ 389ની સૂચના-1માં ક્લોઝ-2 પછી નવો ક્લોઝ-3 ઉમેરવામાં આવ્યો છે. આ મુજબ, સભ્ય ભારતના બંધારણની ત્રીજી અનુસૂચિમાં હેતુ માટે નિર્ધારિત ફોર્મમાં જ શપથ લેશે અને તેના પર હસ્તાક્ષર કરશે. કોઈ પણ વ્યક્તિ શપથના ઉપસર્ગ અથવા પ્રત્યય તરીકે કોઈ પણ ટિપ્પણી કે કોઈ પણ શબ્દ અથવા અભિવ્યક્તિનો ઉપયોગ કરશે નહીં.
હકીકતમાં, 18મી લોકસભાના પહેલા સત્રના બીજા દિવસે અસદુદ્દીન ઓવૈસીએ 'જય પેલેસ્ટાઈન'નો નારો લગાવ્યો હતો. અન્ય સાંસદોએ આ અંગે વાંધો ઉઠાવ્યો હતો. આ સાથે જ રાહુલ ગાંધીએ શપથ બાદ 'જય હિંદ' અને 'જય સંવિધાન'ના નારા લગાવ્યા હતા. આ સિવાય બરેલીના બીજેપી સાંસદ છત્રપાલ ગંગવારે 'હિંદુ રાષ્ટ્ર કી જય' ના નારા લગાવ્યા હતા. જ્યારે સપા સાંસદ અવધેશ રાયે શપથ લીધા ત્યારે 'જય અયોધ્યા', 'જય અવધેશ'ના નારા લાગ્યા હતા. હેમા માલિનીએ શપથની શરૂઆત 'રાધે-રાધે'થી કરી હતી. આ નારાઓને લઈને આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સાંસદો શપથ ગ્રહણ દ્વારા તેમના રાજકીય સંદેશાઓ મોકલી રહ્યા છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0