જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લામાં રવિવારની સાંજે આતંકવાદીઓએ તીર્થયાત્રીઓની બસ પર હુમલો
જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લામાં રવિવારની સાંજે આતંકવાદીઓએ તીર્થયાત્રીઓની બસ પર હુમલો
જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લામાં રવિવારની સાંજે આતંકવાદીઓએ તીર્થયાત્રીઓની બસ પર હુમલો કર્યો હતો. પ્રાથમિક વિગતો મુજબ આતંકવાદીઓના હુમલા બાદ ઉત્તર પ્રદેશ અને દિલ્હીથી યાત્રાળુઓને લઈ જતી બસ હુમલા બાદ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. આ દુર્ઘટનામાં 3 મહિલાઓ સહિત 10 લોકોના મોત થયા હોવાનુ સામે આવ્યું છે. આ સાથે 32 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ગઇકાલે સાંજે લગભગ 6.15 કલાકે ફાયરિંગ થયા બાદ 53 સીટર બસ રોડ છોડીને ઉંડી ખાઈમાં પડી હતી. વિગતો મુજબ પોની વિસ્તારના તેરાયથ ગામ પાસેના શિવ ખોરી મંદિરથી કટરામાં માતા વૈષ્ણો દેવી મંદિર જતી વખતે આતંકવાદીઓએ બસ પર ગોળીબાર કર્યો હતો.
બસમાં મુસાફરી કરી રહેલા એક પીડિતાએ જણાવ્યું કે, બસ પર 25 થી 30 ગોળીઓ છોડવામાં આવી અને બસ ખાઈમાં પડી ગઈ. જ્યારે બીજા પીડિતાએ કહ્યું કે, તેણે લાલ મફલર અને માસ્ક પહેરેલા હુમલાખોરને બસ પર ગોળીબાર કરતા જોયો હતો. તેરાયથ હોસ્પિટલમાં દાખલ બનારસના એક ઘાયલ યાત્રીએ કહ્યું કે, અમે સાંજે 4 વાગ્યે જવાના હતા પરંતુ બસ સાંજે 5.30 વાગ્યે નીકળી અને અચાનક ફાયરિંગ શરૂ થઈ ગયું.
આ તરફ ઉત્તર પ્રદેશના સંતોષ કુમારે કહ્યું કે, હું બસ ડ્રાઈવરની બાજુમાં બેઠો હતો અને ગાઢ જંગલોમાંથી એક વાહન નીચે આવી રહ્યું હતું ત્યારે મેં જોયું કે એક વ્યક્તિ કાળા કપડાથી મોઢું અને માથું ઢાંકેલો અંદર પ્રવેશ્યો હતો. બસ સામે આવી અને અંધાધૂંધ ગોળીબાર કર્યો. તેમણે કહ્યું કે, ફાયરિંગમાં ડ્રાઈવર ઘાયલ થયો હતો અને બસ ખાઈમાં પડી ગઈ હતી. તેમણે કહ્યું કે, આતંકવાદીઓ લાંબા સમય સુધી બસ પર ગોળીબાર કરતા રહ્યા. પીડિતાએ જણાવ્યું કે, અમે ખાડામાં લાચાર પડી રહ્યા હતા ત્યારબાદ કેટલાક સ્થાનિક લોકો ત્યાં પહોંચ્યા અને અમારી મદદ કરી. બાદમાં કેટલાક પોલીસકર્મીઓ પણ ત્યાં પહોંચ્યા હતા.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0