રાજકોટમાં એસ્ટેટ બ્રોકર, નાસ્તાગૃહનાં સંચાલક તેમજ હાર્ડવેરનાં ધંધાર્થીઓને ત્યાં જીએસટીની ટીમ દ્વારા અચાનક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. બે દિવસથી ચાલી રહેલી તપાસમાં લાખો રૂપિયાની કરચોરી બહાર આવવા પામી છે. તેમજ ટીમને મોટા પ્રમાણમાં દસ્તાવેજી સાહિત્ય મળી આવ્યું છે.