ગુજરાત સરકારના રમત ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી જુનાગઢના માર્ગદર્શનમાં ખેલ મહાકુંભ 3.0 નો પ્રારંભ કબડ્ડી ભાઈઓ બહેનોની રમતથી પી.વી.એમ.ઇન્ટરનેશનલ સ્કૂલના પટાંગણમાં અધિકારી,પદાધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં કેશોદ રેન્જ ડી.વાય.એસ.પી. બી.સી.ઠક્કર, પટેલ વિદ્યાર્થી આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી અમેરીકા સ્થિત ડોક્ટર સી.ડી.લાડાણી અને ડોક્ટર ભાલાણી,સંસ્થાના પ્રમુખ જયેશભાઈ લાડાણી,જૂનાગઢ જિલ્લા સંગઠનના ઉપપ્રમુખ ભરતભાઈ વડારીયા ડોક્ટર રાજેશ સાંગાણી,ડોક્ટર સ્નેહલ તન્ના એલ.કે.હાઈસ્કૂલના પ્રિન્સિપાલ રણવીરસિંહ પરમાર આદર્શ નિવાસી શાળાના પ્રિન્સિપાલ બી.એસ.ભાવસાર રાજ્ય આચાર્ય સંઘના માનસિંહભાઈ ડોડીયા,બી.આર.સી.ભરતભાઈ નંદાણીયા ઉચ્ચતર માધ્યમિક સંઘના દિનેશભાઈ મોરી, મેસવાણ આચાર્ય ડોક્ટર ભગવાનજી દેવળીયા,એચ.પી.ગોસ્વામી,સિદ્ધાર્થ સ્કુલના આચાર્ય ચાવડા જુદી જુદી પ્રાથમિક,માધ્યમિક શાળાના વ્યાયામ શિક્ષક અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
સરકાર દ્વારા આ ખેલ મહાપર્વમાં ખેલાડીઓને અપાતા વિશિષ્ટ પુરસ્કાર અને સુવિધા અંગે સંક્ષિપ્ત માહિતી આપી હતી.ડીવાય.એસ.પી.ઠક્કરે રમશે ગુજરાત જીતશે ગુજરાતના નારાને ચરિતાર્થ કરવાની સાથે સૌ ખેલાડીઓને ખેલદિલીપૂર્વક રમવા અનુરોધ કર્યો હતા.આ કબડ્ડી સ્પર્ધામાં ભાઈઓ બહેનોના જુદા જુદા ત્રણ વય જૂથમાં કેશોદ તાલુકાની શાળાઓની 55 જેટલી ટીમોએ ભાગ લીધો હતો.
Comments 0