ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર ની અધ્યક્ષતામાં તૈયારી અને આયોજન અંગે બેઠક યોજાઈ
ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર ની અધ્યક્ષતામાં તૈયારી અને આયોજન અંગે બેઠક યોજાઈ
ગીર સોમનાથ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી વેરાવળ ખાતે થનાર છે. આ અંગે કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં તૈયારી અને આયોજન અંગે એક બેઠક યોજાઈ હતી.
ગીર સોમનાથ જિલ્લામાં રાષ્ટ્રીય પર્વ ૨૬મી જાન્યુઆરી ૨૦૨૫ પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો જિલ્લાકક્ષાનો મુખ્ય કાર્યક્રમ વેરાવળમાં કે.સી.સી. ગ્રાઉન્ડ ખાતે યોજાશે. ત્યારે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં યોજાયેલી તૈયારી અને આયોજન અંગેની બેઠકમાં પ્રજાસત્તાક પર્વ ઉજવણી બાબતે વિવિધ અમલીકરણ સમિતિઓની રચના કરી કામગીરી ફાળવણી કરવામાં આવી હતી. સંલગ્ન વિભાગના અધિકારીઓ સાથે જિલ્લા કલેક્ટરે મહાનુભાવોની બેઠક વ્યવસ્થા, સ્ટેજ, ટેબ્લો, સાંસ્કૃતિક કાર્યક્રમો, પાણીની વ્યવસ્થા, વીજ પુરવઠો તેમજ શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનપત્ર સહિતની વિવિધ કામગીરી વિશે ચર્ચા કરી હતી. પ્રજાસત્તાક પર્વનું સુનિયોજિત અને સુચારૂ રીતે આયોજન થાય તે માટે જિલ્લા કલેકટરે ઉપસ્થિત સર્વે અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક યોગેશ જોશી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જૈમિની ગઢિયા, જિલ્લા પુરવઠા અધિકારી પારસ.ડી.વંદા, નાયબ કલેક્ટર એફ.જે.માકડા સહિત ફિશરીઝ, આરોગ્ય, શિક્ષણ, પોલીસ વિભાગ, રમતગમત વગેરે વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0