સુરતના સરથાણા વિસ્તારમાં 27 ડિસેમ્બરના રોજ સામુહિક હત્યાનો બનાવ બન્યો હતો. 27 ડિસેમ્બરના રોજ સ્મિત જીયાણી નામના યુવકે પોતાની પત્ની અને પુત્રને ગળું કાપીને હત્યા કરી હતી અને ત્યારબાદ પોતાના માતા પિતાના પણ ગળા કાપી હત્યાનો પ્રયાસ કર્યો હતો
સુરતના સરથાણા વિસ્તારમાં 27 ડિસેમ્બરના રોજ સામુહિક હત્યાનો બનાવ બન્યો હતો. 27 ડિસેમ્બરના રોજ સ્મિત જીયાણી નામના યુવકે પોતાની પત્ની અને પુત્રને ગળું કાપીને હત્યા કરી હતી અને ત્યારબાદ પોતાના માતા પિતાના પણ ગળા કાપી હત્યાનો પ્રયાસ કર્યો હતો
સુરતના સરથાણા વિસ્તારમાં 27 ડિસેમ્બરના રોજ સામુહિક હત્યાનો બનાવ બન્યો હતો. 27 ડિસેમ્બરના રોજ સ્મિત જીયાણી નામના યુવકે પોતાની પત્ની અને પુત્રને ગળું કાપીને હત્યા કરી હતી અને ત્યારબાદ પોતાના માતા પિતાના પણ ગળા કાપી હત્યાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં સ્મિતે પોતે પણ આપઘાતનો પ્રયાસ અક્ર્યો હતો. ત્યારબાદ સ્મિત અને તેના માતા-પિતાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે સારવાર દરમિયાન સ્મિતે આજે ફરી એકવાર આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સ્મિતે ટોયલેટમાં જઈ કાચ વડે પોતાનું ગળું કાપીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ પોલીસ ધરપકડ કરશે તેવી જાણ થતા સ્મિતે આજે ફરી એકવાર આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સ્મિતને છેલ્લા ચાર દિવસથી સારવાર આપવામાં આવી રહી હતી. આ દરમિયાન આજે જવાનું કહ્યું હતું. જે દરમિયાન તેણે ટોઇલેટ લઈ જવાનું કહ્યું હતું. તેથી તેને પોલીસ કર્મીઓ ટોઇલેટ સુધી લઈ ગયા હતા. બંને પોલીસ કર્મીઓ બહાર હતા ત્યારે સ્મિતે ટોયલેટમાં અંદર ઘૂસી પાળીના રહેલા કાચ વડે પોતાનું ગળું કાપી નાખ્યું હતું. આ અંગે જાણ થતા પોલીસ કર્મીઓ દ્વારા તાત્કાલિક તેને બહાર કાઢવામાં આવ્યો હતો અને સારવાર આપવાની શરૂઆત કરવામાં આવી હતી.
પત્ની અને પુત્રના હત્યારા સ્મિત જીયાણીને છેલ્લા ચાર દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ દરમિયાન સરથાણા પોલીસ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી નિવેદન નોંધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે સ્મિતની તબિયત સ્થિર હોવા છતાં પણ તે પોલીસની તપાસમાં સહકાર ન આપીને નાટક કરી રહ્યો છે. દરમિયાન આજે સ્મિતને ડોક્ટરો દ્વારા એકદમ સ્વસ્થ હોવાનું જણાવી ડિસ્ચાર્જ આપવાની શક્યતા હતી. આ અંગે સ્મિતને પણ જાણ થઈ ગઈ હતી. ત્યારે તેણે આજે ફરી આપઘાતનો પ્રયાસ કર્યો હત.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0