હોદેદારોની વરણી માટે સર્કિટ હાઉસમાં યોજાયેલી બેઠકમાં ગતવર્ષના હિસાબોની વિગતો અપાઈ
હોદેદારોની વરણી માટે સર્કિટ હાઉસમાં યોજાયેલી બેઠકમાં ગતવર્ષના હિસાબોની વિગતો અપાઈ
મોરબી પત્રકાર એસોસિએશન પ્રમુખ સુરેશભાઈ ગોસ્વામીની ૨૦૨૪ બાદ ૨૦૨૫ ના પ્રમુખપદે પણ બીજા વર્ષેમા બિનહરીફ વરણી કરવામાં આવી છે. તેમને પત્રકાર મિત્રો શહેરીજનોએ સામાજીક રાજકીય શહેર અગ્રણીઓ સહિત મોરબી દશનામ ગોસ્વામી સમાજ આગેવાનોએ સમાજે આવકારી તેમને અભિનંદન પાઠવ્યા છે.
મોરબી પત્રકાર એસોસિએશનના વર્ષ ૨૦૨૫ માં નવા હોદેદારોની વરણી માટે સર્કિટ હાઉસ ખાતે પ્રમુખ સુરેશ ગોસ્વામીની આગેવાનીમાં બેઠક મળી હતી. જેમાં પ્રમુખ સુરેશભાઈ ગોસ્વામીએ ગતવર્ષના હિસાબ કિતાબને યોજાયેલ કાર્યક્રમોની વિગતો આપી હતી. બાદમાં ૨૦૨૫ વર્ષના હોદેદારોની વરણી કરાઈ હતી. જેમાં સર્વાનુમતે બિનહરીફ પ્રમુખ તરીકે સુરેશ ગોસ્વામી, ઉપ પ્રમુખ તરીકે રવિ ભડાણીયા, મહામંત્રી તરીકે પંકજ સનારીયા, સહમંત્રી તરીકે દેવ સનારીયા, ખજાનચી તરીકે સંદીપ વ્યાસ, કારોબારી સભ્ય તરીકે અતુલ જોષી, રૂષિ મહેતા, ડેનિષ દવે, ભાસ્કર જોષીની નિમણૂક કરવામાં આવી હતી. આ બેઠકમાં અલ્પેશ ગોસ્વામી, આર્યન સોલંકી સહિતના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.
મોરબી પત્રકાર એસોસિએશનના ૨૦૨૫ વર્ષ પ્રમુખપદે વરાયેલા સુરેશ ગોસ્વામી વર્ષ ૨૦૨૪ માને અગાઉ મોરબી પ્રેસ એસોસિએશનના પ્રમુખ પદે સફળ કામગીરી કરી ચુક્યા છે. તેમની ફરજનિષ્ઠાને પ્રામાણિકતાને લોકચાહનાએ ૨૦૨૫ વર્ષમાં પ્રમુખપદે બિનહરીફ વરણી કરાઈ હતી. મોરબી મીડિયા જગતમા છેલ્લા ૩ દાયકાથી એક તટસ્થ નીડર પ્રમાણિક પત્રકારની ઓળખ ઉભી કરી પ્રજાલક્ષી પ્રશ્નો પ્રથમ વાચા આપતા સુરેશ ગોસ્વામીને ફરી એકવાર પ્રમુખ પદે વરાયા છે જેની ઠેર ઠેરથી શુભકામનાઓ મળી રહી છે
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0