સાંણથલીના ખેડૂત 30 કિલો નવા ધાણા વેંચતા મણે રૂ.35001 ભાવ બોલાયો
સાંણથલીના ખેડૂત 30 કિલો નવા ધાણા વેંચતા મણે રૂ.35001 ભાવ બોલાયો
ગોંડલ યાર્ડમાં સિઝનની સૌ પ્રથમ ધાણાની આવક જોવા મળી હતી. યાર્ડમાં 30 કિલો નવા ધાણાની આવકના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા. હરાજીમાં મુહૂર્તના નવા ધાણાના 20 કિલોના ભાવ રૂ.35001 બોલાયો હતો.
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સૌ પ્રથમ ધાણાની આવક થઇ છે. જસદણ તાલુકાના સાંણથલી ગામના ખેડૂત મધુભાઈ રાદડિયા 30 કિલો નવા ધાણા લઈ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે આવી પોહચ્યા હતા અને વહેલી સવારે હરાજી પેહલા નવા ધાણાની પૂજન વિધિ કરી શ્રીફળ વધેરી હરાજી શરૂ કરવામાં આવી હતી. યાર્ડમાં ગોલ્ડન એગ્રી નામની પેઠી ધરાવતા સોહિલભાઈ કોટડીયા નામના વેપારી દ્વારા નવા ધાણાની ઊંચી બોલી લગાવી રૂ. 35001 ખરીદી કરી હતી. હરાજીમાં ઉપસ્થિત લોકોએ ખેડૂત અને વેપારીના મોં મીઠા કરાવ્યા હતા.
યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે, ગોંડલ યાર્ડમાં સિઝનની સૌ પ્રથમ ધાણાની આવક કરવામાં આવી હતી. જસદણ તાલુકાના સાંણથલી ગામના ખેડૂતે આગોતરા ધાણાનું વાવેતર કરી પહેલી વકલ તૈયાર થઈ છે. યાર્ડમાં નવા ધાણાના શ્રી ગણેશ થતા હરાજીમાં ઓપનિંગ ભાવ રૂ. 35001 મળ્યા હતા. જોકે, રેગ્યુલર નવા ધાણાની આવક ફેબ્રુઆરી આસપાસ થતી હોય છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0