ખતરનાક ટાસ્ક આપતી વીડિયો ગેમ માસૂમ બાળકોના માનસ પર કેટલી ખતરનાક અસર કરે છે તેનો નમૂનો બગસરાના મોટા મુંજિયાસરની પ્રાથમિક શાળામાં સામે આવ્યો છે
ખતરનાક ટાસ્ક આપતી વીડિયો ગેમ માસૂમ બાળકોના માનસ પર કેટલી ખતરનાક અસર કરે છે તેનો નમૂનો બગસરાના મોટા મુંજિયાસરની પ્રાથમિક શાળામાં સામે આવ્યો છે
ખતરનાક ટાસ્ક આપતી વીડિયો ગેમ માસૂમ બાળકોના માનસ પર કેટલી ખતરનાક અસર કરે છે તેનો નમૂનો બગસરાના મોટા મુંજિયાસરની પ્રાથમિક શાળામાં સામે આવ્યો છે. જ્યાં વીડિયો ગેમના રવાડે ચડેલા એક બાળકે સાથી છાત્રોને હાથ પર બ્લેડના કાપા કરે તો 10 રૂપિયા આપવાની વાત કહેતા 40 છાત્રોએ પોતાના હાથ પર પેન્સિલના શાર્પનરથી પોતાને ઘાયલ કરી લીધા હતા. શિક્ષકોએ આઠ દિવસ મામલો છુપાવ્યા બાદ આખરે હવે આ ઘટના પોલીસ સુધી પહોંચી છે.
મળતી માહિતી અનુસાર મોટા મુંજિયાસરની શાળામાં ધોરણ 7મા ભણતો એક છાત્ર બગસરાથી આવે છે. જેણે વીડિયો ગેમમાંથી પ્રેરણા લઇ પોતાના સાથી છાત્રોને જો બ્લેડથી તમારા હાથ પર બ્લેડના કાપા કરો તો તમને 10 રૂપિયા આપું અને ન કરો તો તમારે મને 5 રૂપિયા આપવાના તેવી વાત કરી હતી. જેના પગલે માસૂમ બાળકોઓ પેન્સિલના શાર્પનરની બ્લેડ બહાર કાઢી હાથ પર ચરકા કરવા લાગ્યા હતા. બાદમાં તેમાં ધોરણ 5ના છાત્રો પણ જોડાયા હતા. અને જોતજોતામા શાળાના 40 છાત્રોએ પોતાના હાથ પર શાર્પનરથી અનેક ચરકા કરી પોતાને ઘાયલ કરી લીધા હતા.
આ વાત શાળાના સંચાલકો સુધી પહોંચતા તેમણે વાલીને જાણ કરવાને બદલે છાત્રોને એવી સૂચના આપી હતી કે ઘરે કોઇને વાત કરતા નહીં. જેને પગલે વિદ્યાર્થીઓએ પરિવારને જાણ કરી ન હતી. જે કોઇ વાલીએ પૂછપરછ કરી તેમને રમતાં રમતાં વાગી ગયું છે તેવો જવાબ મળ્યો છે. પરંતુ એક વાલી સુધી આસમગ્ર ઘટનાની વાત પહોંચતા સ્કૂલમાં જઇ પૂછપરછ કરાઇ હતી.
સમગ્ર ઘટના બહાર આવતા આખરે શાળાના પ્રિન્સિપાલ દ્વારા વાલી મિટિંગ પણ બોલાવવામાં આવી હતી અને છાત્રો પાસે અમારી ભૂલ થઇ ગઇ, હવે આવું નહીં કરીએ એવું લખાણ લેવાયું હતું. જો કે ગામના સરપંચ સહિતના આગેવાનો બગસરા પોલીસ મથકે દોડી જઇ બાળકોના હાથ પર બ્લેડથી થયેલા હુમલા અંગે ઊંડી તપાસની માંગણી કરી હતી.
ઘાયલ થનારા વિદ્યાર્થીઓ ધોરણ 5,6 અને 7મા અભ્યાસ કરી રહ્યાં છે. શાળા સંચાલકોએ જવાબદારી પરથી હાથ ખંખેરવા ઉપરાંત હવેથી બાળકોની તમામ જવાબદારી વાલીની રહેશે તેવું લખાણ લેવા પણ પ્રયાસ કર્યો હતો. માસૂમ છાત્રોના હાથમાં મોબાઇલ કેટલો જોખમી બની રહ્યો છે તેનાં આ ગંભીર ઉદાહરણથી વાલીઓ ચિંતિત છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0