ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન શિખર ધવને ઈન્ટરનેશનલ ક્રિકેટ અને ડોમેસ્ટિક ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. શિખર છેલ્લા દોઢ વર્ષથી ટીમ ઈન્ડિયાની બહાર હતો
ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન શિખર ધવને ઈન્ટરનેશનલ ક્રિકેટ અને ડોમેસ્ટિક ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. શિખર છેલ્લા દોઢ વર્ષથી ટીમ ઈન્ડિયાની બહાર હતો
ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન શિખર ધવને ઈન્ટરનેશનલ ક્રિકેટ અને ડોમેસ્ટિક ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. શિખર છેલ્લા દોઢ વર્ષથી ટીમ ઈન્ડિયાની બહાર હતો. શિખર ધવને પોતાના એક્સ એકાઉન્ટ પરથી એક વીડિયો પોસ્ટ કરીને આ જાણકારી આપી હતી. શિખરે લખ્યું, હું મારી ક્રિકેટ સફરના આ પ્રકરણનો અંત કરી રહ્યો છું. તેથી હું મારી સાથે અગણિત યાદો લઈને જાઉં છું. પ્રેમ અને સમર્થન બદલ આભાર! જય હિન્દ!
શિખરે વીડિયો પોસ્ટ કર્યો અને કહ્યું, “હેલો, આજે હું એવા સ્થાને ઉભો છું જ્યાંથી જ્યારે હું પાછળ જોઉં છું ત્યારે માત્ર યાદો જ દેખાય છે. મારું હંમેશા એક જ લક્ષ્ય હતું: ભારત માટે રમવું. જે પણ થયું. જેના માટે હું અનેક લોકોનો આભાર માનું છું. સૌ પ્રથમ મારો પરિવાર, મારા બાળપણના કોચ. જેમની પાસે થી હું ક્રિકેટ શીખ્યો. હું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને સ્થાનિક ક્રિકેટને અલવિદા કહી રહ્યો છું. હું BCCIનો પણ ખૂબ આભાર માનું છું. જેણે મને તક આપી.
2010 માં, ધવનને ઓસ્ટ્રેલિયા સામેની ODI માં ભારત માટે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કરવાની તક મળી. વર્ષ 2011માં તેણે ટી20 અને 2013માં ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. 2013 ધવનની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ વર્ષ હતું. જ્યારે તેણે 26 ODI મેચમાં 1162 રન બનાવ્યા હતા. આ જ વર્ષે ધવને ચેમ્પિયન્સ ટ્રોફીમાં 5 મેચમાં 363 રન બનાવ્યા હતા. ભારત આ વર્ષે ત્રીજી વખત ICC ઇવેન્ટમાં ચેમ્પિયન બન્યું છે. આ પછી ધવનને ટીમમાં તકો મળતી રહી.
ધવને ભારત માટે 167 ODI, 68 T20 અને 34 ટેસ્ટ મેચ રમી છે. તેના નામે ટેસ્ટમાં 7 સદી સાથે 2315 છે જ્યારે વનડેમાં તેણે 17 સદીની ઇનિંગ્સની મદદથી 6782 રન બનાવ્યા છે. ટી20માં ધવને 11 અડધી સદી ફટકારીને 1759 રન બનાવ્યા છે. ધવને તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 10 ડિસેમ્બર 2022ના રોજ બાંગ્લાદેશ સામે રમી હતી. આ પછી તેને ક્યારેય ટીમ ઈન્ડિયામાં તક મળી નથી.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0