રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ, ગૌસેવા ગતિવિધિનાં અખિલ ભારતીય ગૌસેવા સંયોજક અજીત પ્રસાદ મહાપાત્રા, અખિલ ભારતીય ગૌસેવા સહસંયોજક નવલ કિશોરજી, અખિલ ભારતીય ગૌસેવાનાં ક્ષેત્રિય સંયોજક સુનીલ વિધ્વંશ સહિતનાઓ હાજરી આપશે
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ, ગૌસેવા ગતિવિધિનાં અખિલ ભારતીય ગૌસેવા સંયોજક અજીત પ્રસાદ મહાપાત્રા, અખિલ ભારતીય ગૌસેવા સહસંયોજક નવલ કિશોરજી, અખિલ ભારતીય ગૌસેવાનાં ક્ષેત્રિય સંયોજક સુનીલ વિધ્વંશ સહિતનાઓ હાજરી આપશે
વૈશ્વિક સ્તરે જળ, જન, જમીન, જંગલ, જાનવરોની સેવામાં કાર્યરત સમસ્ત મહાજનનાં કાર્યોમાં મુખ્યત્વે શિક્ષણ, આરોગ્ય, રેસ્ક્યુ વર્ક, ગૌશાળા અને પાંજરાપોળોને સહાય તેમજ સ્વનિર્ભર બનાવવા, સ્વનિર્ભર ખેતી, જળ સંચય, જીવદયા રથ, ભોજન રથ, સામાજિક ઉત્થાન, ખાસ કરીને કુદરતી કે માનવસર્જિત આફતો દરમિયાન તાત્કાલિક સહાય, પશુઓની કતલ તેમજ બલી અટકાવવી, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે જીવદયા, ગૌસેવા, માનવસેવા સહિતનાં અનેકવિધ સત્કાર્યોનો સમાવેશ થાય છે. 21 વર્ષથી વધુ સમયથી સમસ્ત મહાજન પશુ કલ્યાણ, પર્યાવરણ સંરક્ષણ, ગ્રામીણ વિકાસ, માનવ કલ્યાણ, સ્વચ્છતા અભિયાન, કુદરતી આપત્તિઓ દરમિયાન રાહત વગેરે જેવા વિવિધ સામાજિક કારણો તરફ અથાગ મહેનત કરી રહ્યું છે. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિતનાં અનેક વિસ્તારોમાં 300થી વધુ ગામોમાં તળાવ ઊંડા કરવા, ગૌચર નિર્માણ સહિતનાં કાર્યો માટે સમસ્ત મહાજન સેવારત છે.
સમસ્ત મહાજન દ્વારા 23 થી 25 ઓગસ્ટ (શુક્ર- શનિ-રવિવાર) ધર્મજથી પિંડવાડા સુધી ‘રાષ્ટ્રીય જીવદયા પર્યાવરણ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા ગૌશાળા, પાંજરાપોળો વિષે જાણવા, સમજવા માટે તેમજ અબોલ જીવોને શાતા આપવા માટે કરવામાં આવે છે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ, ગૌસેવા ગતિવિધિનાં અખિલ ભારતીય ગૌસેવા સંયોજક અજીત પ્રસાદ મહાપાત્રા, અખિલ ભારતીય ગૌસેવા સહસંયોજક નવલ કિશોરજી, અખિલ ભારતીય ગૌસેવાનાં ક્ષેત્રિય સંયોજક સુનીલ વિધ્વંશ સહિતનાઓ હાજરી આપશે. પર્યાવરણ પર આંતરરાષ્ટ્રીય સેમીનાર રાજસ્થાનનાં વિવિધ શહેરોમાં યોજાશે
યાત્રા દરમિયાન 23 ઓગસ્ટે 146 એકર જમીન પર ઘાસ ઉગાડી કેવી રીતે ગામનું પશુધન ટકાવી શકાય, 6000 પશુઓને ગ્રામ પંચાયત તરફથી મૂળ કિંમતે ઘાસ મળે, ગ્રામ પંચાયતમાં દર વર્ષે રૂ. 50 લાખની મળતી આવક વગેરેની જાણકારી અને આમલી, આમલા અને કેરીના 17000 વૃક્ષોની મુલાકાત તેમજ સાંજે અમદાવાદ ખાતે 700 ગીર ગાય ધરાવતી બંસી ગીર ગૌશાળાની મુલાકાત અને દરેક દ્રષ્ટિકોણે પરંપરાગત પદ્ધતિઓનો સંપૂર્ણપણે અનુસરતી ગૌશાળામાં શૈક્ષણિક વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. 24 ઓગસ્ટે સવારે વિરમગામ 4 તળાવો, 5000 વૃક્ષો, 2700 પશુઓની 1200 એકર ગૌચર જમીનની મુલાકાત તેમજ સાંજે ગુજરાતમાં ભાભર, બાનસકાંઠા જીલ્લામાં આવેલી 11000 ગોમાતા સાથે વૈજ્ઞાનિક મોડેલ ધરાવતી જલારામ ગૌશાળાની મુલાકાત. 25 ઓગસ્ટે સવારે રાજસ્થાન આબુ રોડ પાસે પાવાપુરી ખાતે આવેલી 6000 ગાયોની ગૌશાળા અને 1 લાખ વૃક્ષોની સુંદર વ્યવસ્થા જોવા તેમજ સાંજે પિન્ડવાડા ખાતે સુવિધાપૂર્વક વૈજ્ઞાનિક રીતે બાંધેલી ગૌશાળાનું નિરીક્ષણ વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પશુપાલન અને પર્યાવરણ પર આંતરરાષ્ટ્રીય સેમીનાર રાજસ્થાનનાં વિવિધ શહેરોમાં યોજાશે.
આ સાથે ગૌશાળા, પાંજરાપોળોને સ્વાવલંબન તરફ વાળવા, ગૌ આધારીત સંસ્કૃતિનું પુન:સ્થાપન, ગૌચર વિકાસ, ગૌ આધારીત કૃષિ-આરોગ્ય અને પર્યાવરણર્થે જનજાગરણ, ગૌપાલન, જીવરક્ષા અંગેના વિવિધ કાયદાઓનું નિર્માણ તથા હાલના કાયદાઓના કડક અમલીકરણ, ગૌ સંવર્ધનને પ્રોત્સાહન, ગૌશાળાપાંજરાપોળની આંતર માળખાકિય સુવિધાઓ ઉભી કરવા, પશુ-પક્ષીઓના આરોગ્યની જાળવણી, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગ પર પ્રતિબંધ લાદવા, ભારતના 6.50 લાખ ગામડાઓની ગૌચરનો વિકાસ કરવા, દેશી વૃક્ષોનાં વાવેતરમાં વધારો કરવો, જળ સંરક્ષણ, ભાવના અને વિજ્ઞાનનો સમન્વય, માનવ માત્રમાં પક્ષીઓ, પ્રાણીઓ પ્રત્યે વધુ કરુણા જગાડવી, વરસાદી પાણીનો સંગ્રહ, સ્વચ્છ દૂધ ઉત્પાદનોની ઉપલબ્ધી, પાકની રક્ષા માટે અહિંસકસ્વદેશી ઉપચારો, શાકાહાર પ્રચાર-પ્રસાર અંગેના પ્રશ્નો સહિતના પ્રશ્નોની પરિણામલક્ષી ચર્ચા કરવામાં આવશે.
ગૌમાતા હંમેશા ભારતની સંસ્કૃતિ અને અર્થવ્યવસ્થાનો આધાર રહી છે. ‘રાષ્ટ્રીય જીવદયા પર્યાવરણ યાત્રા’ એ એક ઐતિહાસિક પ્રયાસ છે જેમાં ગાય-કેન્દ્રિત અને ગાય આધારિત ઉદ્યોગો સાથે સંકળાયેલા તમામ વર્ગના સેંકડો લોકો ભાગ લેશે. ગાયનાં પંચગવ્ય નિર્મિત શેમ્પૂ, સાબુ અને ગૌમૂત્ર વડે બનાવેલ સૌંદર્ય પ્રસાધનો, દવા સહિત ગાય આધારિત ઉત્પાદનો વિશેની જાણકારી અને સમજ આ ‘રાષ્ટ્રીય જીવદયા પર્યાવરણ યાત્રા’માં આપવામાં આવશે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0