વિદ્યાર્થીઓ માટે ચિત્ર, રંગોળી સ્પર્ધા, વેશભૂષા જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ
વિદ્યાર્થીઓ માટે ચિત્ર, રંગોળી સ્પર્ધા, વેશભૂષા જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ
સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ની ઉલ્લાસપૂર્વક ઉજવણી થઈ રહી છે. ત્યારે સૂત્રાપાડા તાલુકાના લોઢવા ગામે કન્યાશાળાના વિદ્યાર્થીઓ પણ ‘હર ઘર તિરંગા’ અંતર્ગત તિરંગા યાત્રામાં સહભાગી થયા હતાં.
’હર ઘર તિરંગા’ અભિયાનની ઉજવણી અંતર્ગત લોઢવા ખાતે કન્યાશાળામાં ચિત્ર અને રંગોળી વેશભૂષા વગેરે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોઢવા ગામે કન્યાશાળાથી ગામના મુખ્ય ચોક સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી. આ તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓ અને નાગરિકો ઉત્સાહપૂર્વક જોડાયા હતાં.
વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ અને દેશ પ્રેમની ભાવના જાગે તે અંગેના કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતાં. શાળા દ્વારા દેશભક્તિની આ વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ તકે તિરંગા યાત્રામાં સૂત્રાપાડા તાલુકા વિકાસ અધિકારી ભાવસિંહભાઈ પરમાર, કેળવણી નિરિક્ષક મલેક, લોઢવા ગ્રામ પંચાયત સરપંચ હીરાભાઈ વાઢેર, લોઢવા કન્યાશાળા આચાર્ય પરેશભાઈ વાળા, પે સેન્ટર શાળાના આચાર્ય રામ ગોવિંદભાઈ, તલાટી કમ મંત્રી વિપુલભાઈ નાઘેરા તેમજ સૂત્રાપાડા તાલુકા પંચાયત સ્ટાફ, કન્યાશાળા સ્ટાફ, લોઢવા પે.સેન્ટર શાળા સ્ટાફ, આંગણવાડી બહેનો, આશાવર્કર બહેનો, લોઢવા આરોગ્ય કેન્દ્ર સ્ટાફ તેમજ સૂત્રાપાડા પોલીસ કર્મચારીઓ સહિત અગ્રણીઓ અને સ્થાનિકજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0