રાજકોટના મેટોડા અને કાલાવડ રોડ પરથી હંકારી ગયેલા બાઇક કબજે લેવાયા
રાજકોટના મેટોડા અને કાલાવડ રોડ પરથી હંકારી ગયેલા બાઇક કબજે લેવાયા
રાજકોટ જિલ્લામાં ચોરીના બનાવો દિન-પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે પોલીસે વાહન ચોરીના બનાવો અટકાવવા અને વણશોધાયેલા ગુનાનો ભેદ ઉકેલવાની કામગીરી તેજ બનાવી છે. આ કામગીરી દરમિયાન રાજકોટ ગ્રામ્ય એલસીબી પોલીસને મોટી સફળતા મળી છે. જેમાં બાઈક ચોરી કરનાર જેતપુરના અઠંગ ઉઠાવગીરને ઝડપી પાડી કુલ 1 લાખની અંદાજિત કિંમતના 6 બાઈક કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના પી.આઈ વી.વી.ઓડેદરા તથા ડી.જી.બડવાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ જી.આઈ.ડી.સી વિસ્તારમાં થયેલી મોટરસાઇકલ ચોરીની તપાસ કરતા હતા એ દરમ્યાન એ.એસ.આઈ.રવિદેવ બારડ, રોહિત બકોત્રા, પ્રકાશ પરમાર, મેહુલ સોનરાજને રાજકોટ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર તથા ઈ-ગુજકોપ અને પોકેટ કોપની મદદથી જેતપુરના અમરનગર રોડ શ્રીજી સ્કુલની બાજુમાં આવેલ નિલકમલ એપાર્ટમેન્ટમાં રહેતો જયલાપ બહાદુર વાળાને ઝડપી પાડી તેમની પાસેથી એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા 6 મોટરસાઇકલ કબ્જે કરી જયપાલ વાળાની પુછપરછ કરતા આ મોટરસાઇકલ મેટોડા જી.આઇ.ડી.સી વિસ્તારમાં અલગ અલગ જગ્યાએથી તેમજ રાજકોટ કાલાવડ રોડ ઉપરથી ચોરી કર્યાની કબૂલાત આપી હતી. આરોપી પાસેથી હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાઇકલ 6 તથા એક મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 1 લાખ 15 હજારનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી માટે જેતપુર સીટી પોલીસના હવાલે કર્યો હતો.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0