ઈઝરાયેલે ગાઝામાં હવાઈ હુમલો કર્યો છે, જેમાં 100 લોકોના મોત થયા છે. લગભગ એક ડઝન લોકો ઘાયલ થયા હતા. ગાઝાની સુરક્ષા એજન્સીએ આ હુમલાની સખત નિંદા કરી છે.
ઈઝરાયેલે ગાઝામાં હવાઈ હુમલો કર્યો છે, જેમાં 100 લોકોના મોત થયા છે. લગભગ એક ડઝન લોકો ઘાયલ થયા હતા. ગાઝાની સુરક્ષા એજન્સીએ આ હુમલાની સખત નિંદા કરી છે.
ઈઝરાયેલે ગાઝામાં હવાઈ હુમલો કર્યો છે, જેમાં 100 લોકોના મોત થયા છે. લગભગ એક ડઝન લોકો ઘાયલ થયા હતા. ગાઝાની સુરક્ષા એજન્સીએ આ હુમલાની સખત નિંદા કરી છે. એક દિવસ પહેલા પણ ઈઝરાયેલે આવો જ હુમલો કર્યો હતો, જેમાં મોટું નુકસાન થયું હતું.
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલ યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. ઈઝરાયેલે શનિવારે સવારે ફરી એકવાર હમાસ પર હુમલો કર્યો. ઇઝરાયેલે ગાઝાના વિસ્થાપિત લોકોને રહેતી એક શાળાને નિશાન બનાવી હતી. ગાઝાની સિવિલ ડિફેન્સ એજન્સીએ દાવો કર્યો છે કે આ હુમલામાં 100થી વધુ લોકોના મોત થયા છે. એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર છે.
ઇઝરાયેલે ત્રણ વિમાનોથી શાળા પર હુમલો કર્યો હતો. હુમલા બાદ શાળા પરિસરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. લોકોમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી. ઘટના અંગે માહિતી આપતાં એજન્સીના પ્રવક્તા મહમૂદ બસ્સલે જણાવ્યું હતું કે, "ઇઝરાયલે જે સ્કૂલ પર હુમલો કર્યો હતો ત્યાં પેલેસ્ટિનિયન લોકો હતા, હુમલામાં લગભગ 90 થી 100 લોકોએ જીવ ગુમાવ્યો હતો." તે જ સમયે, ગાઝાના સરકારી મીડિયાએ કહ્યું કે આ ભયાનક દુર્ઘટનામાં 100 થી વધુ લોકો શહીદ થયા છે.
હુમલા બાદ સમગ્ર શાળા પરિસરમાં આગ લાગી હતી. હાલમાં ત્યાં ફસાયેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. આ હુમલાની સખત નિંદા કરતા એજન્સીએ તેને 'ભયાનક' ગણાવ્યું હતું. એજન્સીએ જણાવ્યું કે હુમલામાં ઘણા મૃતદેહો બળીને રાખ થઈ ગયા હતા.
ગાઝા પર થયેલા હવાઈ હુમલા બાદ ઈઝરાયેલે એક નિવેદન જાહેર કર્યું છે. ઈઝરાયેલની સેનાએ કહ્યું કે હમાસના આતંકવાદીઓને મારવા માટે આ હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. સેનાએ કહ્યું કે નાગરિકોને નુકસાન પહોંચાડવાનો કોઈ ઈરાદો નહોતો, પરંતુ નાગરિકોને નુકસાન ઓછું કરવા માટે ઘણા પગલાં લેવામાં આવ્યા હતા.
આ હુમલા પહેલા પણ ઈઝરાયેલે ગાઝા પર હુમલો કર્યો હતો. ગત ગુરુવારે પણ ઈઝરાયેલની સેનાએ ગાઝાની બે શાળાઓ પર હુમલો કર્યો હતો, જેમાં લગભગ 18 લોકો માર્યા ગયા હતા. આ હુમલા બાદ પણ ઈઝરાયેલની સેનાએ કહ્યું હતું કે અમે હમાસના આતંકીઓને મારવા માટે હવાઈ હુમલો કર્યો હતો.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0