કોરોના સમયગાળાથી બંધ ત્રણ કપાટ પણ આજે મુખ્યમંત્રી મોહન ચરણ માઝીની હાજરીમાં ખોલવામાં આવ્યા
કોરોના સમયગાળાથી બંધ ત્રણ કપાટ પણ આજે મુખ્યમંત્રી મોહન ચરણ માઝીની હાજરીમાં ખોલવામાં આવ્યા
આદિવાસી નેતા અને ચાર વખતના ધારાસભ્ય મોહન ચરણ માઝીએ બુધવારે ઓડિશાના પ્રથમ બીજેપી મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. શપથ બાદ પ્રથમ કેબિનેટ બેઠકમાં ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ કહ્યું કે જગન્નાથ પુરી મંદિરના ચાર પ્રવેશદ્વાર ગુરુવારે (આજે) તમામ મંત્રીઓની હાજરીમાં ખોલવામાં આવશે. કેબિનેટે પુરી શ્રી જગન્નાથ મંદિર માટે 500 કરોડ રૂપિયાના કોર્પસ ફંડને મંજૂરી આપી છે.
ભક્તો ચારેય દરવાજામાંથી મંદિરમાં પ્રવેશ કરી શકશે. મુખ્યમંત્રીએ કહ્યું કે તમામ મંદિરોના દરવાજા ખોલવા એ ભાજપના ચૂંટણી ઢંઢેરામાં વચન હતું અને દરવાજા બંધ હોવાથી ભક્તોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભૂતપૂર્વ બીજુ જનતા દળ (બીજેડી)ની આગેવાની હેઠળની સરકારે કોવિડ -19 રોગચાળા પછી મંદિરના ચારેય દરવાજા બંધ કરી દીધા હતા. ભક્તો માત્ર એક જ દ્વારથી પ્રવેશી શકતા હતા અને તમામ દરવાજા ખોલવાની માંગ કરવામાં આવી હતી. એક પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રીએ કહ્યું કે તમામ મંત્રીઓ બુધવારે રાત્રે પુરી જવા રવાના થશે અને તીર્થધામમાં રોકાશે જેથી ગુરુવારે સવારે ચાર દરવાજા ખોલવામાં આવે ત્યારે તેઓ ત્યાં હાજર રહી શકે છે
મુખ્યમંત્રીએ કહ્યું કે તમામ મંદિરોના દરવાજા ખોલવાનું ભાજપના ચૂંટણી ઢંઢેરામાં વચન હતું, હવે અમે આ વચનને પૂરું કરી રહ્યા છીએ. દરવાજા બંધ હોવાથી ભક્તોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. તમને જણાવી દઈએ કે કોવિડ મહામારી બાદ બીજુ જનતા દળ સરકારે મંદિરના ચારેય દરવાજા બંધ કરી દીધા હતા. ભક્તો એક જ દ્વારથી પ્રવેશ કરી શકતા હતા. જેના કારણે અનેક સમસ્યાઓ સર્જાઈ હતી. સ્થાનિક લોકો અને વેપારીઓ ઉપરાંત બહારગામથી આવતા લોકો પણ તમામ દરવાજા ખોલવાની માંગ કરી રહ્યા હતા.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0