નીતીશ રેડ્ડીની આ ઈનિંગ મહત્વની ક્ષણે આવી જ્યારે તે બેટિંગ કરવા આવ્યો ત્યારે ટીમ ઈન્ડિયાએ 191 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી નીતીશ રેડ્ડીએ ટીમ ઈન્ડિયાની ઈનિંગની કમાન સંભાળી અને મેદાનની ચારે બાજુ રન પણ બનાવ્યા.
નીતીશ રેડ્ડીની આ ઈનિંગ મહત્વની ક્ષણે આવી જ્યારે તે બેટિંગ કરવા આવ્યો ત્યારે ટીમ ઈન્ડિયાએ 191 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી નીતીશ રેડ્ડીએ ટીમ ઈન્ડિયાની ઈનિંગની કમાન સંભાળી અને મેદાનની ચારે બાજુ રન પણ બનાવ્યા.
નીતીશ કુમાર રેડ્ડી… ક્રિકેટની દુનિયામાં નામ નવું છે, પરંતુ મહાન સિદ્ધિઓ બતાવી છે. ઓસ્ટ્રેલિયા સામે મેલબોર્ન ટેસ્ટ મેચમાં તે સદી ફટકારવામાં સફળ રહ્યો હતો. નીતીશ રેડ્ડીની આ ઈનિંગ મહત્વની ક્ષણે આવી જ્યારે તે બેટિંગ કરવા આવ્યો ત્યારે ટીમ ઈન્ડિયાએ 191 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી નીતીશ રેડ્ડીએ ટીમ ઈન્ડિયાની ઈનિંગની કમાન સંભાળી અને મેદાનની ચારે બાજુ રન પણ બનાવ્યા. આ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ સદી છે. તેણે આ ઇનિંગ સાથે ઓસ્ટ્રેલિયાની ધરતી પર એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો.
નીતિશ રેડ્ડીની ઐતિહાસિક સદી
નીતીશ રેડ્ડીએ આ સિરીઝની પ્રથમ મેચથી જ જોરદાર પ્રદર્શન કર્યું છે અને ટીમ ઈન્ડિયા માટે રન બનાવ્યા છે. મેલબોર્નમાં પણ તેણે એવા સમયે રન બનાવ્યા જ્યારે ટીમ ઈન્ડિયાને ફોલોઓનનો ખતરો હતો. આ મેચમાં તે 8મા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો, તેથી તેની સાથે કોઈ ફુલટાઈમ બેટ્સમેન નહોતો. આ બધું હોવા છતાં તેણે ઓસ્ટ્રેલિયાના બોલિંગ આક્રમણનો જોરદાર સામનો કર્યો અને યાદગાર સદી ફટકારી. તેણે 100 રન સુધી પહોંચવા માટે 171 બોલ લીધા હતા.
તમને જણાવી દઈએ કે, નીતીશ કુમાર રેડ્ડીએ પણ આ સદીની ઇનિંગ્સ સાથે ઓસ્ટ્રેલિયાની ધરતી પર ઈતિહાસ રચ્યો છે. તે ઓસ્ટ્રેલિયામાં 8 કે તેનાથી નીચેના નંબર પર રમતી વખતે સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો છે. આ સાથે જ તે ઓસ્ટ્રેલિયા સામે 8મા નંબરે રમતી સદી ફટકારનાર બીજો ભારતીય છે. આ પહેલા રિદ્ધિમાન સાહાએ પણ આ કારનામું કર્યું હતું. જોકે તેણે આ સદી ભારતમાં ઓસ્ટ્રેલિયા સામે ફટકારી હતી.
બોક્સિંગ ડે ટેસ્ટમાં સદી ફટકારનાર સૌથી યુવા ભારતીય
આ સાથે નીતિશ કુમાર રેડ્ડી બોક્સિંગ ડે ટેસ્ટમાં સદી ફટકારનાર સૌથી યુવા ભારતીય પણ બની ગયો છે. નીતિશે 21 વર્ષ અને 216 દિવસની ઉંમરમાં આ સિદ્ધિ મેળવી છે. જ્યારે આ પહેલા કાર્લ હૂપરે 21 દિવસ 011 દિવસની ઉંમરે બોક્સિંગ ડે ટેસ્ટમાં સદી ફટકારી હતી.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0