મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં રવિવારે એક મોટો અકસ્માત થયો હતો. શાહપુર વિસ્તારમાં એક મકાન ધરાશાયી થયું. આ અકસ્માતમાં 9 બાળકોના મોત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જર્જરિત મકાન પાસે રૂદ્રી (શિવલિંગ) બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. રુદ્રી બાંધતા બાળકો પર ઘર તૂટી પડ્યું.