અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે MD ડ્રગ્સ મળી આવ્યું છે. ગઈ કાલે જ અમદાવાદના નારણપુરામાં ૨૫.૬૮ લાખ ડ્રગ્સનો જથ્થો SOG દ્વારા ઝડપાયો હતો. ત્યારે આજે તેના થોડા સમય બાદ જ ક્રાઈમ બ્રાંચ દ્વારા ૧.૩૦ કરોડની કિમતના ૧.૨૩૦ ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે.