શિશુ મંદિર ઇન્ટરનેશનલ સ્કૂલ અને ઘીવાલા ઇંગ્લિશ મીડીયમ સ્કૂલનું સહિયારું આયોજન
શિશુ મંદિર ઇન્ટરનેશનલ સ્કૂલ અને ઘીવાલા ઇંગ્લિશ મીડીયમ સ્કૂલનું સહિયારું આયોજન
શિશુ મંદિર ઇન્ટરનેશનલ સ્કૂલ અને ઘીવાલા ઇંગ્લિશ મીડીયમ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ઘીવાલા ઇંગ્લિશ મીડીયમ સ્કૂલના મેદાન પર કિડ્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓએ મ્યુઝિકલ ચેર, કાર્ટૂન પરેડ, ફૂડ સ્ટોલ્સ, ગેમ્સ સ્ટોલ્સ, ૩૬૦ ડિગ્રી કેમેરા અને સેલ્ફી પોઈન્ટ સહિતની વિવિધ મજેદાર પ્રવૃત્તિઓનો આનંદ માણ્યો હતો. રેતી પરની કલા, તલવાર તથા લાઠી દાવનો ચમત્કારિક શો કાર્નિવલનું ખાસ આકર્ષણ બન્યું હતું. બન્ને સ્કૂલોના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને ઉપસ્થિત દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
આ તકે, સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા, પ્રદેશ ભાજપ મહામંત્રી ઝવેરી ઠકરાર, સાગરપુત્ર ફાઉન્ડેશન ખારવા સમાજના પટેલ દામજી ફોફંડી, અધ્યક્ષ લખમ ભેંસલા, શિશુમંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી જગમાલ વાળા, પૂર્વ નગરપતિ જગદીશ ફોફંડી, બોટ એસો.ના પ્રમુખ તુલસી ગોહેલ, કિશનભાઇ (કપિશ્વર), પીપલ્સ બેંકના પૂર્વ ચેરમેન અશોક ગદા, મર્કન્ટાઇલ બેંકના ડીરેકટર બિંદુબેન ચંદ્રાણી, બીપીન સંઘવી, રાજ ગંગદેવ, બીપીન તન્ના, હિરેન બામરોટીયા, એડવોકેટ હમીર વાળા, નરેન્દ્ર જોટવા સહીતના હાજર રહ્યા હતા.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0