બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓમાં લાભ લેવા જરૂરી દસ્તાવેજોની નકલ સમય મર્યાદામાં જમા કરાવવાની રહેશે
બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓમાં લાભ લેવા જરૂરી દસ્તાવેજોની નકલ સમય મર્યાદામાં જમા કરાવવાની રહેશે
બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂતોને બાગાયતી પાકો જેવા કે, કેરી, ચીકૂ, જામફળ, સીતાફળ, કેળા વગેરે અને શાકભાજી પાકો સરગવો, ટામેટાં, કાકડી, કેપ્સીકમ વગેરેની ખેતી કરતા ખેડૂતોને વિદેશમાં નિકાસ કરવાની થતી હોય છે. આ પાકોનું વિદેશમાં નિકાસ માટે અપેડા ફાર્મ રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. આ રજીસ્ટ્રેશનની કામગીરી જિલ્લા નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા કરવામાં આવે છે.
ખેડૂતોએ નિયત નમૂનાનું અરજી ફોર્મ મેળવી જરૂરી સાધનિક કાગળો જેવા કે, ૭-૧૨, ૮-અ, આધારકાર્ડની નકલ, ફાર્મનો નકશો તથા ફાર્મ ડાયરી સહિતના કાગળો જોડી જે તે જિલ્લાની નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી તેમજ સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર મેંગો, સાસણ રોડ, ૧૩૨ કે.વી પાવર હાઉસની સામે તાલાળા ખાતે અરજી આપવાની રહેશે. ત્યારબાદ અરજીની ચકાસણી કરી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ આપવામાં આવશે.
તો બીજી તરફ ગીર સોમનાથ જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતો દ્વારા બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે બાગાયતદારોએ આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ કરેલી છે.
આ બાગાયતદારોએ તા.૩૧ સુધીમાં વિવિધ સહાયલક્ષી યોજનાઓમાં લાભ લેવા માટે કરેલી અરજીઓની નકલ સાથે જરૂરી સાધનિક કાગળો જેવાકે, તાજેતરના ૭ / ૧૨ અને ૮-અ ના ઉતારાની અસલ નકલ, બેંક પાસબુકની નકલ, આધારકાર્ડની નકલ, ડ્રીપ ઇરીગેશન અંગેના પુરાવાની નકલ વગેરે સાથે નાયબ બાગાયત નિયામકની કચેરી, નગર પાલિકા સામે, વિનાયક પ્લાઝા, ત્રીજો માળ, ટેલીફોન નં. ૦૨૮૭૬-૨૪૦૩૩૦, વેરાવળ ખાતે સમય મર્યાદામાં બીનચૂક જમા કરાવવાના રહેશે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0