એવોર્ડ અરજી માટે ૩૧ મી છેલ્લી તારીખ
એવોર્ડ અરજી માટે ૩૧ મી છેલ્લી તારીખ
રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અંતર્ગત રચિત ગુજરાત રાજય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા યોગને પ્રોત્સાહન આપવા તથા યોગ બોર્ડ સાથે સંકળાયેલ યોગ કોર્ડીનેટર, યોગ કોચ તથા યોગ ટ્રેનરને પ્રોત્સાહન મળે તે માટે ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા ‘‘યોગ એવોર્ડ’’ આપવાનું નિર્ધારિત થયેલ છે.
"યોગ એવોર્ડ" અંતર્ગત એવોર્ડ મેળવવા ઇચ્છુક ઉમેદવારે અરજી કરતી વખતે વ્યક્તિ ઓછામાં ઓછા ત્રણ વર્ષ યોગના ક્ષેત્રમાં યોગદાન આપેલુ હોવું જોઇએ અને યોગ બોર્ડનું યોગ કોચ/ યોગ ટ્રેનર તરીકેનું સર્ટિફિકેટ ધરાવતા હોવા જોઈએ. જો કે, આ એવોર્ડ મેળવવા કોઈ વયમર્યાદા નક્કી નથી કરવામાં આવી. એવોર્ડ માટે સત્ય અને અપડેટ કરેલ પ્રોફાઇલ પુરાવા સાથે રજૂ કરવાના રહેશે. અરજી કરતી વખતે નામ, ફોટો, સરનામું અને ફોન નંબર જેવી વિગતો અને છેલ્લા ત્રણ વર્ષમાં કરેલા કાર્યો ફોટો સાથે નક્કર પુરાવાઓ તેમજ વધુમાં વધુ પાંચ પાનાના પુરાવા સાથેનો એક પેજના બાયોડેટાવાળી અરજી મોકલવાની રહેશે.
આ અરજી તા.૩૧ સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, “જિલ્લા સેવા સદન” રૂમ નં: ૩૧૩-૩૧૪, બીજોમાળ, મુ.ઈણાજ, તા.વેરાવળ ખાતે કચેરી સમય દરમિયાન રૂબરૂ આપવાની રહેશે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0