૩૫૦ થી વધુ સ્પર્ધકોએ 14 કૃતિઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું
૩૫૦ થી વધુ સ્પર્ધકોએ 14 કૃતિઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ, ગુજરાત સરકાર તથા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી જુનાગઢ દ્વારા સંચાલિત કેશોદ તાલુકા કક્ષાના કલામહાકુંભ સ્પર્ધાનું આયોજન આદર્શ નિવાસી શાળા કેશોદના પટાંગણમાં નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ જૂનાગઢના પી.ડી.સરવૈયાના અધ્યક્ષ સ્થાનેથી કરવામાં આવ્યું હતું. સ્પર્ધા પૂર્વે કેશોદના ધારાસભ્ય દેવા માલમ, નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા, મામલતદાર એસ.આર.મહેતાએ સૌ સ્પર્ધકોને શુભેચ્છા પાઠવી હતી.
કેશોદ તાલુકા કક્ષાની આ સ્પર્ધામાં 350 કરતાં વધારે સ્પર્ધકો અને 35 થી વધુ સંસ્થાએ ભાગ લઈ તાલુકાકક્ષાની 14 કૃતિમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. તેમજ ડોક્ટર ભુપેન્દ્ર જોશી સાથે આર.પી.સોલંકી, ડૉ.ઉષાબેન લાડાણી, સુભાષભાઈ વાળા, તૃપ્તિબેન જોશી, એચ.પી.ગોસ્વામી, ભાવેશ ઝાલા, જે.એસ.ભારવાડીયા, એચ.એન.બારડ, એમ.ડી.દાહીમા, એચ.એસ.મુછાળ, વિજયસિંહ વાળા અને અજય ઠાકોરે નિર્ણાયકની ભૂમિકા ભજવી હતી.
સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા હિરેન ભોરાણીયા, પ્રવીણ ભાલારા, પ્રોફેસર પી.એસ.ગજેરા, પ્રિન્સિપાલ જ્યોતિબેન, વિવેક કોટડીયા, અશ્વિન કુંભાણી, મિતુલ ડાંગર, અશોક નાથજી, ભરત નંદાણીયા અને એ.કે.રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0