ડિમોલેશનની કાર્યવાહી રહી મોફુક રહેતા વેપારી-ફેરિયાઓને આશરે ૧ કરોડનો ફટકો
ડિમોલેશનની કાર્યવાહી રહી મોફુક રહેતા વેપારી-ફેરિયાઓને આશરે ૧ કરોડનો ફટકો
કેશોદ નગરપાલિકા દ્વારા છેલ્લા દશેક દિવસથી ડિમોલેશન ડ્રાઈવનો ઢોલ પીટીને ભયનો માહોલ ઉભો કર્યો હતો. શહેરના મુખ્ય માર્ગો, શેરીઓમાં રીક્ષામાં જાહેરાત કરી છાપરા ઓટલા દબાણો દુર કરવા સુચનાઓ આપવામાં આવ્યાં બાદ ગઈકાલે સવારથી ડિમોલેશન ડ્રાઈવ શરૂ થવાની હતી જેથી વેપારીઓ ફેરિયાઓનો જીવ તાળવે ચોંટી ગયો હતો.
કેશોદના જુનાગઢ હાઈવે રોડ પર સવારે કાફલા સાથે શાહી સવારી પહોંચ્યો હતો પરંતુ જવાબદાર વિભાગ પાસે દબાણો અંગેની કોઈપણ પ્રકારની તૈયારી કે માહિતી ઉપલબ્ધ ન હોય એકાદ કલાક પરામર્શ કરી કામગીરી મોફુક રાખવાની ફરજ પડી હતી. કેશોદના વેપારીઓ ફેરિયાઓ છેલ્લાં ચારેક દિવસથી દિવસ રાત જોયા વગર છાપરાં-ઓટલા દુર કરવામાં લાગી ગયાં હતાં. લગભગ સમગ્ર શહેરમાં વેપારીઓ ફેરિયાઓએ સ્વેચ્છાએ છાપરા-ઓટલા હટાવી લીધાં હતા, પરંતુ જવાબદાર તંત્રને સીધેસીધા સરકારી જગ્યાઓ પર દબાણ કરી ગેરકાયદેસર બાંધકામ દુર કરવા જવાનું હોય જેની સમગ્ર માહિતી કચેરીમાં ઉપલબ્ધ ઉપરાંત મકાન વેરા શાખામાં દબાણ હેઠળ નોંધાયેલી મિલકતોની માહિતી ઉપલબ્ધ હોવા છતાં વગદાર માથાભારે ઈસમો ભૂમાફિયાઓના ગેરકાયદેસર દબાણો દુર કરવાની કામગીરી મોફુક રાખવામાં આવી હતી.
કેશોદમાં ત્રણેક હજાર દુકાનો અને બે હજાર જેટલા ફેરિયાઓ, કેબીનધારકોને છાપરા-ઓટલા હટાવવામાં સરેરાશ એકાદ હજારનો ખર્ચ અને એક દિવસનો એકાદ હજારનો વેપાર ધંધામાં નુકસાન જતાં આયોજન વગરના તંત્રની ડિમોલેશન ડ્રાઈવને કારણે રૂ. ૧ કરોડની નુકસાની વેઠવી પડી છે. ત્યારે કેશોદમાં સરકારી જગ્યાઓ મુખ્ય માર્ગો પરની રીબીન પટ્ટીમા નદી, નાળા, વોંકળા પર થયેલા ગેરકાયદેસર દબાણો દુર કરવામાં આવશે કે કેમ તે આવનારા દિવસોમાં જાણવા મળશે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0