પેરિસ ઓલિમ્પિક્સ 2024ની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. અંતે, 26 જુલાઈના રોજ, મુખ્ય અતિથિ ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોન અને IOC પ્રમુખ થોમસ બાચની હાજરીમાં, સીન નદીના પુલ પર ફ્રેન્ચ ધ્વજ ફરકાવ્યો. આ સાથે ભવ્ય ઉદઘાટન સમારોહનો પ્રારંભ થયો હતો.