મેલબોર્ન ટેસ્ટનું પરિણામ ટીમ ઈન્ડિયાની તરફેણમાં આવ્યું નથી. ઓસ્ટ્રેલિયાએ 184 રને આ જીત મેળવી છે. આ મોટી જીત સાથે તેણે શ્રેણીમાં પણ લીડ મેળવી લીધી છે.
મેલબોર્ન ટેસ્ટનું પરિણામ ટીમ ઈન્ડિયાની તરફેણમાં આવ્યું નથી. ઓસ્ટ્રેલિયાએ 184 રને આ જીત મેળવી છે. આ મોટી જીત સાથે તેણે શ્રેણીમાં પણ લીડ મેળવી લીધી છે.
મેલબોર્ન ટેસ્ટનું પરિણામ ટીમ ઈન્ડિયાની તરફેણમાં આવ્યું નથી. ઓસ્ટ્રેલિયાએ 184 રને આ જીત મેળવી છે. આ મોટી જીત સાથે તેણે શ્રેણીમાં પણ લીડ મેળવી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ મેલબોર્ન ટેસ્ટમાં ભારતને જીતવા માટે 340 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેનો પીછો કરતા ટીમ ઈન્ડિયાનો બીજો દાવ માત્ર 155 રન પર જ સમેટાઈ ગયો હતો. ટેસ્ટ ક્રિકેટમાં આ 49મી વખત છે જ્યારે ટીમ ઈન્ડિયાને કુલ 300 પ્લસનો પીછો કરતી વખતે હારનો સામનો કરવો પડ્યો હોય.
ટીમ ઈન્ડિયાએ ઈતિહાસ રચવાની તક ગુમાવી
ચોથા દિવસે 9 વિકેટ ગુમાવીને 333 રનની લીડ લેનાર ઓસ્ટ્રેલિયાએ 5માં દિવસે તેના સ્કોરમાં વધુ 6 રન ઉમેર્યા અને ભારતને 340 રનનો ટાર્ગેટ આપ્યો. આ ટાર્ગેટને પાર કરવો એ એમસીજીમાં ટીમ ઈન્ડિયા માટે ઈતિહાસ રચવા જેવું હશે કારણ કે અત્યાર સુધી આ મેદાન પર સૌથી સફળ રન ચેઝ 332 રન હતો.
જયસ્વાલ સિવાય તમામ બેટ્સમેનોની નિષ્ફળતા એક મોટો પ્રશ્ન
મેલબોર્ન ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો બીજો દાવ માત્ર 155 રન પર જ સમેટાઈ ગયો હતો. ભારતીય ટીમ તરફથી ઓપનર યશસ્વી જયસ્વાલે સૌથી વધુ 84 રન બનાવ્યા હતા. તેણે 208 બોલનો સામનો કરીને આ રન બનાવ્યા. જયસ્વાલ સિવાય રિષભ પંત ટીમનો બીજો ટોપ સ્કોરર હતો, જેણે 340 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે 30 રનની ઇનિંગ રમી હતી.
યશસ્વી અને પંત સિવાય અન્ય કોઈ બેટ્સમેન ડબલ ફિગરને પાર કરી શક્યા નહોતા, જેનું એક મોટું કારણ હતું કે ટીમ ઈન્ડિયા મેલબોર્ન ટેસ્ટ ન તો જીતી શકી કે ન તો ડ્રો કરી શકી. રોહિત શર્માએ 9 રન અને વિરાટ કોહલીએ 5 રન બનાવ્યા હતા. કેએલ રાહુલને સતત બીજી ઈનિંગમાં નિષ્ફળ જતા જોઈને લાગે છે કે તેને નંબર 3 પર રમવાનો ભારતીય ટીમ મેનેજમેન્ટનો નિર્ણય ખોટો હતો.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0