ઇઝરાયલી શહેર હૈફાની દક્ષિણે આવેલા બિન્યામિના સૈન્ય મથકને હિઝબુલ્લાએ ડ્રોન વડે નિશાન બનાવ્યું છે. ઈઝરાયેલના મીડિયા અનુસાર, રવિવારે થયેલા આ હુમલામાં 4 ઈઝરાયેલ સૈનિકો માર્યા ગયા છે અને લગભગ ૬૦ થી વધુ ઘાયલ થયા છે
ઇઝરાયલી શહેર હૈફાની દક્ષિણે આવેલા બિન્યામિના સૈન્ય મથકને હિઝબુલ્લાએ ડ્રોન વડે નિશાન બનાવ્યું છે. ઈઝરાયેલના મીડિયા અનુસાર, રવિવારે થયેલા આ હુમલામાં 4 ઈઝરાયેલ સૈનિકો માર્યા ગયા છે અને લગભગ ૬૦ થી વધુ ઘાયલ થયા છે
ઇઝરાયલી શહેર હૈફાની દક્ષિણે આવેલા બિન્યામિના સૈન્ય મથકને હિઝબુલ્લાએ ડ્રોન વડે નિશાન બનાવ્યું છે. ઈઝરાયેલના મીડિયા અનુસાર, રવિવારે થયેલા આ હુમલામાં 4 ઈઝરાયેલ સૈનિકો માર્યા ગયા છે અને લગભગ ૬૦ થી વધુ ઘાયલ થયા છે. આ હુમલામાં ચિંતાનો વિષય એ છે કે એર ડિફેન્સ સિસ્ટમ તેને રોકવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી અને હવાઈ હુમલાની સાયરન પણ વાગી ન હતી.
હિઝબુલ્લાએ જે ડ્રોન વડે ઈઝરાયેલ પર હુમલો કર્યો તેને રશિયન ડ્રોન ગણાવવામાં આવી રહ્યો છે. જાનહાનિની દૃષ્ટિએ આ હુમલો ઇઝરાયેલ પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો છે. રશિયન ડ્રોન હુમલાએ ઈઝરાયેલ-લેબનોન યુદ્ધમાં રશિયાની એન્ટ્રી સાબિત કરી દીધી છે અને હવે ઈરાનના હથિયારોની સાથે હિઝબુલ્લાહ પાસે પણ રશિયન હથિયારો છે.
લેબનોનમાં ઇઝરાયેલી હુમલાનો બદલો
હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવેલા આ હુમલાને દક્ષિણ લેબનોનમાં ઇઝરાયલી હુમલાનો બદલો તરીકે વર્ણવવામાં આવ્યો છે. જ્યારે આ હુમલો થયો ત્યારે ઈઝરાયેલના સૈનિકો ભોજન લઈ રહ્યા હતા. આ હુમલામાં ઘાયલ લોકોને લગભગ 50 એમ્બ્યુલન્સમાં 7 હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઓપરેશન બાદ હિઝબુલ્લાહે એક નિવેદન જારી કરીને તેની જવાબદારી લીધી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "ઇસ્લામિક રેઝિસ્ટન્સે રવિવાર, 13 ઓક્ટોબર, 2024 ના રોજ સાંજે એક ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં હાઇફાના દક્ષિણમાં બિન્યામિનામાં ગોલાની બ્રિગેડના પ્રશિક્ષણ શિબિરમાં હુમલો ડ્રોનની એક ટુકડી શરૂ કરવામાં આવી હતી."
હિઝબુલ્લાહે ફરી ચેતવણી આપી
આ હુમલા બાદ હિઝબુલ્લાએ ફરી એકવાર ધમકી આપી છે અને કહ્યું છે કે ઈઝરાયેલની સેના હાઈફામાં કેટલીક વસાહતોના ઘરોનો ઉપયોગ પોતાના માટે કરી રહી છે.
"લેબનોન પર હુમલા માટે ઓપરેશન રૂમ તરીકે ઉપયોગમાં લેવાતા ઇઝરાયેલના થાણા હાઇફા અને તબરૈયા જેવા ગીચ વસ્તીવાળા શહેરોમાં છે," હિઝબુલ્લાહના નિવેદનમાં કહેવામાં આવ્યું છે. આવા તમામ ઘરો અને લશ્કરી થાણાઓ ઇસ્લામિક પ્રતિકારના રોકેટ અને હવાઈ દળો માટે લશ્કરી લક્ષ્યો છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0