ગુરુગ્રામમાં એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં 23 વર્ષીય બાઇકરનું મોત થયું હતું. આ અકસ્માત રોંગ સાઈડમાં આવતી એક એસયુવીને કારણે સર્જાયો હતો
ગુરુગ્રામમાં એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં 23 વર્ષીય બાઇકરનું મોત થયું હતું. આ અકસ્માત રોંગ સાઈડમાં આવતી એક એસયુવીને કારણે સર્જાયો હતો
ગુરુગ્રામમાં એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં 23 વર્ષીય બાઇકરનું મોત થયું હતું. આ અકસ્માત રોંગ સાઈડમાં આવતી એક એસયુવીને કારણે સર્જાયો હતો. એસયુવીવાળો રોંગ સાઈડમાં ઝડપથી આવી રહ્યો હતો અને બાઈક ચલાવનાર યુવાનને તેને સીધો જ ફંગોળી નાખ્યો હતો.આ ઘટનાનો વિદીઓય પણ હાલ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ અકસ્માત બાદ યુવકને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, પરંતુ તેને બચાવી શકાયો નહીં.
આ અકસ્માત DLF ફેઝ 2 ના ગોલ્ફ કોર્સ રોડ પર રવિવારે રાત્રે થયો હતો. અક્ષત ગર્ગ નામના યુવકે સુરક્ષાના તમામ સાધનો પહેર્યા હોવા છતાં આ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો. આ સમગ્ર ઘટના મૃતકના મિત્ર અને ઘટનાના પ્રત્યક્ષદર્શી પ્રદ્યુમનના ગો-પ્રો કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થયો હતો.
https://x.com/ians_india/status/1836757939568222547
પ્રદ્યુમને, જે આ કેસમાં ફરિયાદી પણ છે, તેણે એસયુવી ડ્રાઈવર પર અકસ્માત સર્જવામાં બેદરકારીનો આરોપ લગાવ્યો. તેણે જણાવ્યું કે અક્ષત તેની બાઇક પર જઈ રહ્યો હતો ત્યારે તેની સામેથી આવી રહેલી ઝડપી મહિન્દ્રા 3XO સાથે ટકરાઈ હતી. અકસ્માત બાદ તરત જ ઘાયલ અક્ષતને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ તેને બચાવી શકાયો નહોતો.
મૃતકના મિત્રનો આરોપ છે કે ઘટના સ્થળ એક ફાસ્ટ લેન હતું, જ્યાં આરોપી કુલદીપ ઠાકુર ખોટી દિશામાંથી ગાડી ચલાવીને આવી રહ્યો હતો. પ્રદ્યુમ્ન કહે છે કે કુલદીપની બેદરકારી અને ઝડપે તેના મિત્ર અક્ષતનો જીવ લીધો.
સોશિયલ મીડિયા પર આ મામલાની માહિતી આપતા પોલીસે કહ્યું કે BNSની સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે અને કાયદા મુજબ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઉપરાંત, પોલીસે માહિતી આપી હતી કે ગુરુગ્રામ પોલીસે ઓગસ્ટ 2024માં રોંગ સાઇડ ડ્રાઇવિંગ માટે 16,000 થી વધુ ચલણ જારી કર્યા હતા, અને કડક કાર્યવાહી ચાલુ રહેશે. ગુરુગ્રામ પોલીસ તમામ નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા વિનંતી કરે છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0