ધવલ પરમાર નામ જણાવી મિત્રતા કેળવી, અનેક ગુન્હાઓમાં સંડોવાયેલા અમર હાજી જીકાણીને પોલીસે અમદાવાદથી દબોચી લીધો
ધવલ પરમાર નામ જણાવી મિત્રતા કેળવી, અનેક ગુન્હાઓમાં સંડોવાયેલા અમર હાજી જીકાણીને પોલીસે અમદાવાદથી દબોચી લીધો
વેરાવળમાં રહેતી યુવતી જે તે સમયે જીમમાં જતી હતી ત્યારે એક યુવક તેનો પીછો કરતો હતો અને તેણે યુવતીના મોબાઈલ નંબર મેળવીને ફોન કરીને પોતે ડારીના વણકર વાસમાં રહેતો ધવલ પરમાર હોય તેણીને પ્રેમ કરતો હોય તુ હા નહીં પાડીશ તો હુ મરી જઈશ તેવુ જણાવ્યુ હતુ. જેથી તેની વાતમાં આવી જઈ યુવતીએ હા પાડતા બંન્નેને ફોન ઉપર વાતચીત થતી અને જીમમાં જતા સમયે મુલાકત પણ થતી હતી. બાદમાં થોડા સમય પછી ધવલએ વેરાવળની હોટલ ડીવાઈનમાં લગ્ન બાબતની ચર્ચા કરવા માટે બોલાવતા ત્યાં યુવતી સાથે લગ્ન કરી લેશુ કહી બળજબરી પુર્વક મરજી વિરૂધ્ધ શરીર સબંધ બાંધ્યો હતો.
બાદમાં યુવતી માસીના ઘરે અમદાવાદ ગઈ હતી. ત્યારે ત્યાં આવેલ ધવલએ અમદાવાદની સરવોર પોર્ટીકો હોટલ અને બીજા દિવસે મોતીમહેલ હોટલમાં મળવા માટે બોલાવીને લગ્ન કરવાની લાલચ આપીને બંન્ને દિવસ યુવતી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. બાદમાં ત્રીજા દિવસે ધવલએ કહેલ કે તેના પપ્પાની તબીયત સારી ન હોવાથી જવું પડશે તેમ કહી બંન્ને સાથે ટ્રાવેલ્સમાં વેરાવળ આવ્યા હતા. દરમ્યાન તા.2/1/24 ના રોજ યુવતીને ફેસબુક તથા યુટ્યુબ પર આવતા સમાચારમાં ધવલ પરમાર જેવો દેખાતો વ્યક્તિ કે જે ફ્રોડના ગુનામાં પકડાયેલ હોવાનું જાણવા મળ્યું હતુ. જેથી તેને જાણ થઇ હતી કે, તેને જેની સાથે પ્રેમ સંબંધ છે તે ધવલ પરમાર નહીં પરંતુ અમ્માર ઉર્ફે અમર હાજી જીકાણી રહે.ડારી તા.વેરાવળ વાળો છે. તેના બીજા દિવસે તા.3 જાન્યુ.ની સાંજે સાડા સાતેક વાગ્યે અમ્માર ઉર્ફે અમર જીકાણી યુવતીના મકાને આવીને કહ્યું હતું કે, "તને ખબર પડી હું કોણ છું તો સારૂ હવે સાંભળી લે તું ગમે ત્યા જા તારે મારી સાથે પ્રેમ સંબંધ રાખવો જ પડેશે જો તુ એમ નહીં કર તો હુ તને જીવતી નહીં મુકું, મરવાની તૈયારી રાખજે" તેવી ધમકી આપી હતી. આ સમયે ત્યાં હાજર યુવતીના મમ્મીને પણ જેમફાવે તેમ જ્ઞાતી વિશે અપશબ્દો ભાંડયા હતા. બાદમાં યુવતીના મકાન માલિકને કહી મકાન ખાલી કરાવતા તેઓને ગામ મુકીને કોડીનાર રહેવા જવું પડ્યુ હતુ. ત્યાં પણ આ અમ્માર ઉર્ફે અમર જીકાણી હેરાન પરેશાન કરતો હતો.
બાદમાં બદનામ કરવાની ધાક ધમકી આપીને તા.6/11/24 ના દીવ ખાતે મળવા બોલાવીને ત્યાની હોટલ રાધિકામાં લઈ જઈ બળજબરીપુર્વક શરીર સંબંધ બાંધ્યો હતો. અમ્મારની ધમકીઓ ત્રાસથી કંટાળી જઈ યુવતીએ પ્રભાસ પાટણ પોલીસમાં ઉપરોકત વિગતો સાથે અમ્માર ઉર્ફે અમર હાજીભાઇ જીકાણી સામે ફરીયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ, એટ્રોસીટી એકટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને અમદાવાદ ખાતેથી ઝડપી લઇ તજવીજ હાથ ધરી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0