બોરવાવથી ડમ્પર અને કોડીનારના છારા જાપાથી રેતીના ટ્રેક્ટર સહીત 25 લાખનો મુદ્દામાલ જપ્ત
બોરવાવથી ડમ્પર અને કોડીનારના છારા જાપાથી રેતીના ટ્રેક્ટર સહીત 25 લાખનો મુદ્દામાલ જપ્ત
વેરાવળ બાયપાસ ખાતેથી બિલ્ડિંગ લાઈમ સ્ટોનના એક ટ્રેક્ટરની ગેરકાયદેસર વહન સબબ અટકાયત.એક દિવસમાં ૪ ટ્રેકટર ૧ ડમ્પર સહિત ૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી હતી. ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ ડી. જાડેજાની સીધી દેખરેખ હેઠળ ભૂસ્તરખાતાની ક્ષેત્રિય ટીમ દ્વારા જિલ્લાના ભૂમાફિયાઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવી છે. ભૂસ્તરખાતાની ક્ષેત્રિય ટીમ દ્વારા ઉના તાલુકાના જાખરવડા ખાતેથી સાદી રેતીના ૨ ટ્રેક્ટર તેમજ વેરાવળ બાયપાસ ખાતેથી બિલ્ડિંગ લાઈમ સ્ટોનના એક ટ્રેક્ટરની ગેરકાયદેસર વહન સબબ અટકાયત કરી ૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગત રાત્રીના તાલાળા તાલુકાના બોરવાવ ખાતેથી સાદી રેતીનું એક ડમ્પર તેમજ કોડીનારના છારા જાપા ખાતેથી રેતીના એક ટ્રેક્ટરને ગેરકાયદેસર વહન સબબ અટકાયત કરીને આશરે રૂ. ૨૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. એક જ દિવસમાં ભૂસ્તરખાતાની ક્ષેત્રિય ટીમ દ્વારા કુલ ૪ ટ્રેકટર ૧ ડમ્પર સહિત ૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0