ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ.મનમોહન સિંહનું ગઈ કાલે 92 વર્ષની વયે અવસાન થયું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી
ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ.મનમોહન સિંહનું ગઈ કાલે 92 વર્ષની વયે અવસાન થયું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી
ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ.મનમોહન સિંહનું ગઈ કાલે 92 વર્ષની વયે અવસાન થયું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. ઘરે બેભાન થયા બાદ તેમને દિલ્હીની એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના અંતિમ સંસ્કાર શનિવારે થશે. તેમના નિધન પર દેશમાં સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે.
મનમોહન સિંહ 2004માં દેશના 14મા વડાપ્રધાન બન્યા હતા. તેમણે મે 2014 સુધી આ પદ પર બે કાર્યકાળ પૂર્ણ કર્યા હતા. તેઓ દેશના પ્રથમ શીખ અને ચોથા સૌથી લાંબા સમય સુધી સેવા આપતા વડાપ્રધાન હતા.
મનમોહન સિંહના નિધનને કારણે કેન્દ્ર સરકારે 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. સવારે 11 વાગ્યે કેબિનેટની બેઠક બોલાવવામાં આવી છે. તેમજ શુક્રવારના નિર્ધારિત તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.
પૂર્વ પીએમ મનમોહન સિંહને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે પીએમ મોદી તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે. તેમના પહેલા ગૃહમંત્રી અમિત શાહ અને જેપી નડ્ડા તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0