આ બિલ દ્વારા મોદી સરકાર વકફ બોર્ડની સત્તા પર અંકુશ લગાવવા માંગે છે, જેના હેઠળ વકફ બોર્ડ કોઈપણ મિલકતને વકફ બોર્ડની મિલકત તરીકે જાહેર કરે છે. વક્ફ બોર્ડ એક્ટ એમેન્ડમેન્ટ બિલ આવતીકાલે સંસદમાં રજૂ થઈ શકે છે. આ બિલમાં વક્ફ બોર્ડની સત્તા ઘટાડવાની વાત કરવામાં આવી છે.
PM મોદીએ ભૂસ્ખલનથી અસરગ્રસ્ત વિસ્તારોનું એરિયલ સર્વે કર્યું. PM મોદીએ કન્નુરથી હેલિકોપ્ટર દ્વારા વાયનાડનું હવાઈ નિરીક્ષણ કર્યું.
78માં સ્વતંત્રતા દિવસના શુભ અવસર પર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી મહિલાઓની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે મહિલાઓ પર અત્યાચાર કરનારાઓને તાત્કાલિક સજા મળવી જોઈએ
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ યુક્રેન અને પોલેન્ડના પ્રવાસે છે. મોદી ગઈ કાલે સાંજે પોલેન્ડની રાજધાની વોર્સો પહોંચ્યા, જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. પોલેન્ડના ડેપ્યુટી પીએમ સ્ટેનિસ્લો જાનુસ મોદીને એરપોર્ટ સુધી લઈ ગયા હતા. આ દરમિયાન મોદીએ નવાનગર મેમોરિયલ અને કોલ્હાપુર મેમોરિયલ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલાઓની સુરક્ષાને વધુ મજબૂત કરવાની વાત કરી છે. જિલ્લા ન્યાયતંત્રની રાષ્ટ્રીય પરિષદને સંબોધતા વડાપ્રધાને કહ્યું હતું કે આજે આપણા સમાજમાં મહિલાઓ સામે અત્યાચાર અને બાળકોની સુરક્ષા ગંભીર ચિંતાનો વિષય છે. તેમણે કહ્યું કે દેશમાં મહિલાઓની સુરક્ષા માટે ઘણા કડક કાયદા બનાવવામાં આવ્યા છે પરંતુ આપણે તેને વધુ સક્રિય બનાવવાની જરૂર છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે બ્રુનેઈ દારુસલામ અને સિંગાપોરની ત્રણ દિવસની મુલાકાતે રવાના થયા હતા. બંને દેશોની મુલાકાતે જતા પહેલા તેમને સોશિયલ મીડિયામાં પર પોસ્ટ કર્યું હતું કે બંને દેશો વચ્ચે સંબંધો સુધારવા પર વાતચીત થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રુનેઈ અને સિંગાપોરની ત્રણ દિવસની મુલાકાતે છે. તેઓ આજે બ્રુનેઈના વડાપ્રધાન અને સુલતાન હાજી હસનલ બોલ્કિયાને મળશે. કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન પીએમ મોદી બ્રુનેઈના સુલતાન સાથે તેમના મહેલમાં લંચ પણ લેશે. આ દ્વિપક્ષીય મંત્રણા બાદ તેઓ સિંગાપુર પ્રવાસ માટે રવાના થશે.
આ વખતે ભારતે પેરિસ પેરાલિમ્પિક્સમાં ઈતિહાસ રચ્યો છે. કોઈપણ પેરાલિમ્પિકમાં ભારતનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. ભારતે અત્યાર સુધીમાં કુલ 24 મેડલ જીત્યા છે. આના પર પીએમ મોદીએ મેડલ લાવનારા તમામ ખેલાડીઓને ફોન પર અભિનંદન પણ પાઠવ્યા હતા
કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અમેરિકાના પ્રવાસ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું છે કે તે પીએમ મોદીને પસંદ કરે છે.
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીનો આજે અમેરિકામાં ત્રીજો દિવસ છે. આ દરમિયાન તેમણે એક વખત ભારત-ચીન સરહદનો મુદ્દો ઉઠાવ્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીન સાથે યોગ્ય રીતે વ્યવહાર કરી શક્યા નથી
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025