આ બિલ દ્વારા મોદી સરકાર વકફ બોર્ડની સત્તા પર અંકુશ લગાવવા માંગે છે, જેના હેઠળ વકફ બોર્ડ કોઈપણ મિલકતને વકફ બોર્ડની મિલકત તરીકે જાહેર કરે છે. વક્ફ બોર્ડ એક્ટ એમેન્ડમેન્ટ બિલ આવતીકાલે સંસદમાં રજૂ થઈ શકે છે. આ બિલમાં વક્ફ બોર્ડની સત્તા ઘટાડવાની વાત કરવામાં આવી છે.
હાલમાં સમગ્ર દેશમાં 28 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 30 વક્ફ બોર્ડ છે. વકફ બોર્ડ એક્ટમાં સુધારો થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેબિનેટે વકફ એક્ટમાં લગભગ 40 સંશોધનોને મંજૂરી આપી છે. વકફ એક્ટમાં સુધારો કરવા માટેનું બિલ આ અઠવાડિયે સંસદમાં રજૂ થવાની સંભાવના છે., મોદી સરકાર વકફ એક્ટમાં સંશોધન બિલ 5 ઓગસ્ટે સંસદમાં રજૂ કરી શકે છે. સંસદમાં આ બિલ પાસ થયા બાદ વક્ફ બોર્ડની સત્તામાં ઘટાડો થશે.
આ બિલ દ્વારા મોદી સરકાર વકફ બોર્ડની સત્તા પર અંકુશ લગાવવા માંગે છે, જેના હેઠળ વકફ બોર્ડ કોઈપણ મિલકતને વકફ બોર્ડની મિલકત તરીકે જાહેર કરે છે. વક્ફ બોર્ડ એક્ટ એમેન્ડમેન્ટ બિલ આવતીકાલે સંસદમાં રજૂ થઈ શકે છે. આ બિલમાં વક્ફ બોર્ડની સત્તા ઘટાડવાની વાત કરવામાં આવી છે.
સરકાર દ્વારા પ્રસ્તાવિત મુખ્ય સુધારાઓમાં વકફ બોર્ડનું પુનર્ગઠન, બોર્ડની રચનામાં ફેરફાર અને બોર્ડ દ્વારા વકફ મિલકતોની જાહેરાત કરતા પહેલા તેની ચકાસણી સુનિશ્ચિત કરવાનો સમાવેશ થાય છે.
આ બીલ કેન્દ્રીય વક્ફ કાઉન્સિલ અને રાજ્ય વક્ફ બોર્ડના માળખામાં ફેરફાર કરવા વક્ફ એક્ટની કલમ 9 અને કલમ 14માં સુધારો કરવાની દરખાસ્ત કરે છે, જેથી સંસ્થાઓમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરી શકાય.
મોદી સરકારના બિલમાં રાજ્ય વક્ફ બોર્ડ દ્વારા દાવો કરવામાં આવેલી વિવાદિત જમીનની નવેસરથી ચકાસણીની માગણી કરવાનો પણ પ્રસ્તાવ છે.
બિલ હેઠળ, વક્ફ બોર્ડ દ્વારા દાવો કરવામાં આવેલી મિલકતોની ફરજિયાતપણે ચકાસણી કરવામાં આવશે.
ગયા વર્ષે મે મહિનામાં દિલ્હી હાઈકોર્ટે આદેશ આપ્યો હતો કે કેન્દ્ર સરકાર 123 મિલકતોનું ભૌતિક નિરીક્ષણ કરી શકે છે જેના કબજા પર દિલ્હી વક્ફ બોર્ડ દાવો કરી રહ્યું છે. આ પછી ગયા વર્ષે ઓગસ્ટમાં કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયે પણ આ તમામ મિલકતોને નોટિસ પાઠવી હતી.
આ બિલ દ્વારા મોદી સરકાર વકફ બોર્ડની સત્તા પર અંકુશ લગાવવા માંગે છે, જેના હેઠળ વકફ બોર્ડ કોઈપણ મિલકતને વકફ બોર્ડની મિલકત તરીકે જાહેર કરે છે. આ બિલમાં વક્ફ બોર્ડની સત્તા ઘટાડવાની વાત કરવામાં આવી છે. સરકાર વકફ બોર્ડના દાવાની ચકાસણી કરવા વિચારી રહી છે. તે મિલકતોની પણ ચકાસણી કરી શકાશે જેના સંદર્ભે બોર્ડ અને માલિકો વચ્ચે વિવાદ છે.
Comments 0