છત્તીસગઢના સુકમામાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. આ એન્કાઉન્ટરમાં 10 નક્સલવાદીઓ માર્યા ગયા છે. ભેજી વિસ્તારમાં હજુ પણ નક્સલવાદીઓ અને જવાનો વચ્ચે અથડામણ ચાલુ છે.
છત્તીસગઢના સુકમામાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. આ એન્કાઉન્ટરમાં 10 નક્સલવાદીઓ માર્યા ગયા છે. ભેજી વિસ્તારમાં હજુ પણ નક્સલવાદીઓ અને જવાનો વચ્ચે અથડામણ ચાલુ છે.
છત્તીસગઢના સુકમામાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. આ એન્કાઉન્ટરમાં 10 નક્સલવાદીઓ માર્યા ગયા છે. ભેજી વિસ્તારમાં હજુ પણ નક્સલવાદીઓ અને જવાનો વચ્ચે અથડામણ ચાલુ છે. સુકમાના એસપી કિરણ ચવ્હાણે જણાવ્યું કે અત્યાર સુધીમાં 10 નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા છે. તેમજ સ્થળ પરથી AK-47, SLR સહિત અન્ય ઘણા હથિયારો મળી આવ્યા છે.
બસ્તરના આઈજી પી.સુંદરરાજે કહ્યું કે એક દિવસ પહેલા માહિતી મળી હતી કે નક્સલવાદીઓ ઓડિશા થઈને છત્તીસગઢમાં પ્રવેશ્યા છે. આ પછી સૈનિકો નક્સલવાદીઓને શોધવામાં વ્યસ્ત હતા. આ દરમિયાન નક્સલીઓએ ભેજીમાં ગોળીબાર શરૂ કરી દીધો હતો. જવાબમાં જવાનોએ પણ ગોળીબાર કર્યો હતો. આ એન્કાઉન્ટરમાં 10 નક્સલવાદીઓ માર્યા ગયાના સમાચાર છે. ઘટનાસ્થળેથી ત્રણ ઓટોમેટિક ગન અને અન્ય ઘણા હથિયારો મળી આવ્યા છે.
અધિકારીએ જણાવ્યું કે આ વિસ્તારમાં ડીઆરજી અને સીઆરપીએફની ટીમ સાથે નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. જે વિસ્તારમાં જવાનો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ રહી છે તે વિસ્તાર જંગલથી ઘેરાયેલો છે. નજીકમાં પર્વતો છે. આ એન્કાઉન્ટર કોરાજુગુડા, દંતેસપુરમ, નાગારમ અને ભંડારપાદર ગામોની નજીકના જંગલોમાં થયું હતું.
ચાર દિવસ પહેલા કાંકેરમાં 5 નક્સલવાદીઓ માર્યા ગયા હતા.
આ પહેલા પાંચ દિવસ પહેલા રવિવારે છત્તીસગઢના કાંકેરમાં સૈનિકો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન પોલીસે પાંચ નક્સલીઓને ઠાર કર્યા હતા. જેમાં બે મહિલાઓનો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી ઇન્સાસ, એક SLR અને 12 બોરની રાઇફલ સહિત મોટી માત્રામાં કારતુસ જપ્ત કર્યા હતા. રવિવારે જ સૈનિકોએ છત્તીસગઢના બલરામપુરમાં નક્સલવાદીઓના એક મોટા કાવતરાને નિષ્ફળ બનાવ્યો હતો. સૈનિકોએ રોડ કિનારે સર્ચ ઓપરેશન દરમિયાન લગભગ 4 કિલો વજનનો આઈડી ટિફિન બોમ્બ નિષ્ક્રિય કર્યો હતો.
નારાયણપુરમાં એન્કાઉન્ટરમાં 32 નક્સલવાદીઓ માર્યા ગયા
આ પહેલા ઓક્ટોબરમાં છત્તીસગઢના નારાયણપુરમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં 32 નક્સલવાદીઓને ઠાર કર્યા હતા. જવાનોને નારાયણપુર-દંતેવાડા બોર્ડર પર નક્સલી ગતિવિધિઓની માહિતી મળી હતી. આ ઇનપુટ પર, સૈનિકોએ ઓપરેશન શરૂ કર્યું અને 32 નક્સલીઓને ઠાર કર્યા.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0