ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં પર્થની ઝડપી વિકેટ પર ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલરોને પરાજય આપ્યો હતો. ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ તેની પ્રથમ ઇનિંગમાં માત્ર 150 રન જ બનાવી શકી હતી.
ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં પર્થની ઝડપી વિકેટ પર ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલરોને પરાજય આપ્યો હતો. ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ તેની પ્રથમ ઇનિંગમાં માત્ર 150 રન જ બનાવી શકી હતી.
ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં પર્થની ઝડપી વિકેટ પર ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલરોને પરાજય આપ્યો હતો. ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ તેની પ્રથમ ઇનિંગમાં માત્ર 150 રન જ બનાવી શકી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી જોશ હેઝલવુડે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. આ સિવાય મિચેલ સ્ટાર્ક અને પેટ કમિન્સે પણ બે-બે વિકેટ લીધી હતી. મિચેલ માર્શને પણ બે વિકેટ મળી હતી. ભારત તરફથી નવોદિત નીતીશ કુમાર રેડ્ડીએ સૌથી વધુ 41 રન બનાવ્યા હતા.
પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયા માટે યશસ્વી જયસ્વાલ ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. તેને મિચેલ સ્ટાર્કે આઉટ કર્યો હતો. આ પછી ત્રીજા નંબરે આવેલો દેવદત્ત પડિકલ પણ શૂન્ય પર પેવેલિયન પરત ફર્યો હતો. ચોથા નંબર પર બેટિંગ કરવા આવેલા વિરાટ કોહલી પણ લાંબો સમય ક્રિઝ પર ટકી શક્યો નહોતો. તે પાંચ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. જોશ હેઝલવુડે વિરાટને ઉસ્માન ખ્વાજાના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.
કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરીમાં ઇનિંગની શરૂઆત કરવા આવેલા કેએલ રાહુલ 74 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 26 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ ધ્રુવ જુરેલ 11 રન બનાવીને અને વોશિંગ્ટન સુંદર ચાર રન બનાવીને આઉટ થયા હતા. 73 રનમાં 6 વિકેટ પડી ગયા બાદ રિષભ પંત અને નીતિશ કુમાર રેડ્ડીએ ઇનિંગને સંભાળી હતી. બંનેએ સાતમી વિકેટ માટે 48 રનની ભાગીદારી કરી હતી. પંત 78 બોલમાં 3 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 37 રન બનાવીને આઉટ થયો હતો.
યુવાન નીતીશ કુમાર રેડ્ડી એક છેડે મક્કમ હતા, પરંતુ કોઈએ તેમને સાથ આપ્યો ન હતો. ડેબ્યૂ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં નીતિશે 59 બોલમાં 41 રન બનાવ્યા હતા. આ દરમિયાન નીતિશે 6 ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા. બીજા છેડે હર્ષિત રાણા 07 રન અને જસપ્રિત બુમરાહ 08 રન બનાવીને આઉટ થયા હતા.
પોતાની પ્રથમ ટેસ્ટ રમી રહેલા નીતિશ કુમાર રેડ્ડીએ શાનદાર શોટ પર સિક્સર ફટકારી હતી. જ્યારે કોઈ ખેલાડીએ તેને સાથ આપ્યો ન હતો, ત્યારે તે ઝડપી રન બનાવવાના પ્રયાસમાં આઉટ થયો હતો. ભારતે તેની છેલ્લી વિકેટ નીતીશના રૂપમાં ગુમાવી હતી.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0