130 જરૂરિયાતમંદો માટે વિનામૂલ્યે વિરબાઈમાં ટિફિન સેવા અવિરત કાર્યરત
130 જરૂરિયાતમંદો માટે વિનામૂલ્યે વિરબાઈમાં ટિફિન સેવા અવિરત કાર્યરત
સાવરકુંડલામાં વસંત પંચમીના રોજ વિરબાઈમાંની ૨૧૯ મી જન્મજયંતી શ્રધ્ધા અને ભક્તિ અને આસ્થા સાથે ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં ઉજવવામાં આવી હતી. આ પ્રસંગે વિરબાઈમાંના જન્મદિવસ નિમિત્તે ભાવિકો દ્વારા કેક પણ કાપવામાં આવી હતી. સાવરકુંડલામાં વિરબાઈમાં ટિફિન સેવા પણ કાર્યરત છે અને ૧૩૦ જેટલા જરૂરિયાતમંદ લોકોને ઘરે વિનામૂલ્યે ટિફિન પહોંચાડવામાં આવે છે. આ ઉપરાંત પણ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે.
આ પાવન પ્રસંગ નિમિત્તે વિરબાઈમાં ટિફિન સેવા તરફથી લોહાણા સમાજ તથા ભાવિકો માટે મહાપ્રસાદનું અહીંની લોહાણા મહાજન વાડી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રઘુવંશી સમાજના તમામ ભાવિકોએ પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી. આમ પણ સાવરકુંડલા શહેરમાં રઘુવંશી સમાજ બહોળી સંખ્યામાં વસે છે. અહીં જલારામ મંદિરે પણ દર ગુરૂવારે ખીચડી કઢી સાથે પ્રસાદનું આયોજન પણ થાય છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0