ચક્રવાતી તોફાન 'દાના'ને લઈને ઓડિશા અને બંગાળમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ચક્રવાતી તોફાન 'દાના'ને લઈને ઓડિશા અને બંગાળમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ચક્રવાતી તોફાન 'દાના'ને લઈને ઓડિશા અને બંગાળમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 'દાના' આજે ઓડિશા સાથે અથડાઈ શકે છે અને આવતીકાલે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે અથડાવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન બંગાળની ખાડીમાંથી ઉદભવેલું ચક્રવાતી તોફાન 'દાના' 18 કિમી પ્રતિ કલાકની ઝડપે ઓડિશાના કિનારા તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાના આગમનને કારણે લોકોમાં ભારે ભયનો માહોલ છે. ચક્રવાત 'દાના'ના કારણે ઓડિશા અને બંગાળના ઘણા ભાગોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે.
ઓડિશાના ભદ્રકમાં આજે સવારથી વરસાદ શરૂ થયો હતો. ભુવનેશ્વર હવામાન કેન્દ્ર અનુસાર, લેન્ડફોલ પ્રક્રિયા 5 કલાક સુધી ચાલશે. આ સમય દરમિયાન, વાવાઝોડું 120 કિમી પ્રતિ કલાકની ઝડપે ઓડિશાના ઉત્તરીય ભાગમાંથી પસાર થશે.
આ વાવાઝોડાની સૌથી વધુ અસર ઓડિશા અને પશ્ચિમ બંગાળ પર થશે. જેના કારણે ભુવનેશ્વર અને કોલકાતા એરપોર્ટ પર ગુરુવારે સાંજે 5 વાગ્યાથી 25 ઓક્ટોબરના રોજ સવારે 9 વાગ્યા સુધી લગભગ 16 કલાક ફ્લાઈટ્સ રદ કરવામાં આવશે.આ સિવાય 552 ટ્રેનો પણ રદ કરવામાં આવી છે. સાઉથ ઈસ્ટ રેલ્વેએ 150 ટ્રેનો રદ કરી છે, ઈસ્ટ કોસ્ટ રેલ્વેએ 198 ટ્રેનો, ઈસ્ટર્ન રેલ્વેએ 190 ટ્રેનો અને સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ રેલ્વેએ 14 ટ્રેનો રદ કરી છે.
ઓડિશાના 14 જિલ્લામાં 25 ઓક્ટોબર સુધી શાળાઓ અને કોલેજો બંધ કરી દેવામાં આવી છે. આ જિલ્લાના 10 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. સરકારી કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે. તમામ ટુરિઝમ પાર્ક, ઓડિશા હાઈકોર્ટને 25 ઓક્ટોબર સુધી બંધ કરી દેવામાં આવ્યા છે.ઓડિશાએ નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ (NDRF), ઓડિશા ડિઝાસ્ટર રિલીફ ફોર્સ (ODRF) અને ફાયર બ્રિગેડની 288 ટીમો તૈનાત કરી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0