બંગાળની ખાડીમાંથી ઉદભવેલું ચક્રવાત 'દાના' ઓડિશાના દરિયાકાંઠે ત્રાટક્યું છે. હાલમાં ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, 'દાના' ની લેન્ડફોલ શુક્રવારે સવાર સુધી ચાલુ રહેવાની સંભાવના છે.