નિરવસિંહજી રાયજાદા નિવૃત થઇ વતન પધારતા સોદરડા ગામે પુષ્પવર્ષા સાથે સ્વાગત કરાયું
નિરવસિંહજી રાયજાદા નિવૃત થઇ વતન પધારતા સોદરડા ગામે પુષ્પવર્ષા સાથે સ્વાગત કરાયું
ભારતીય સેનામાંથી નિવૃત્ત થઈ માદરે વતન પહોંચતા કેશોદમાં બ્રિગેડીયર રાયજાદાનુ અદકેરું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.
કેશોદના સોદરડા ગામની માટીમાં રમી પોતાનું બચપણ વિતાવી અભ્યાસ પૂર્ણ કરી ભારતીય સેનામાં બિગ્રેડિયર તરીકે પાત્રીસ વર્ષ દેશ કાજે રાષ્ટ્ર સેવા કરનાર જવાન નિવૃત્તિ મેળવી માદરે વતન કેશોદના સોદરડા ગામે પધારતા બિગ્રેડિયર નિરવસિંહજી કલ્યાણસિંહજી રાયજાદાનું અદકેરું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. કેશોદના જુનાગઢ રોડ પર આવેલા પાનદેવ સમાજ ખાતેથી ડીજેના સથવારે ટુ વ્હીલર ફોર વ્હીલરના કાફલા સાથે રેલી કાઢવામાં આવી હતી. કેશોદના મુખ્ય માર્ગ પર શહેરના દરેક જ્ઞાતિ સમાજ અને સામાજિક સંસ્થાઓ દ્વારા પુષ્પવર્ષા કરી ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.
નિરવસિંહજીએ બાલાચડી સૈનિક સ્કુલમાં અભ્યાસ કરી નેશનલ ડિફેન્સ એકેડમીમાં ત્રણ વર્ષ અભ્યાસ કરી દહેરાદુન ખાતે ઈન્ડિયન મીલીટરી એકેડમીમાં એક વર્ષ અભ્યાસ કરી ભારતીય સેનામાં લેફ્ટનન્ટ તરીકે જોડયા હતા જે બાદ ૩૫ વર્ષ સુધી બ્રિગેડિયર સુધીના સમયગાળામાં જમ્મુ કાશ્મીર સિયાચીન રાજસ્થાન સિક્કિમ સહિત જુદી જુદી સરહદે ફરજ બજાવી રાષ્ટ્ર સેવા કરી ભારતીય સેનાના વિવિધ મેડલ ઉપરાંત સન્માન પત્રો મેળવ્યા હતા. બિગ્રેડિયર નિરવસિંહજી કલ્યાણસિંહજી રાયજાદા રાજસ્થાનમાં ફરજ બજાવી રહ્યાં હતાં ત્યારે તેમની કામગીરીના કારણે તેમની ઉપસ્થિતિમાં બિગ્રેડિયર રાયજાદા માર્ગનું નામકરણ કરી સન્માન આપવામાં આવ્યું હતું. તો આવો કિસ્સો ભારતીય સેનામાં પ્રથમ વખત બન્યો હતો જે માત્ર કેશોદ માટે જ નહિ સમગ્ર ગુજરાત માટે ગર્વની વાત કહી શકાય.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0