પોલીસની આંખમાં ધૂળ ઝોંકવા હેડલાઇટ નીચે ચોરખાનું બનાવી નીકળતા ઝડપાયો
પોલીસની આંખમાં ધૂળ ઝોંકવા હેડલાઇટ નીચે ચોરખાનું બનાવી નીકળતા ઝડપાયો
31 ડિસેમ્બરને ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે બૂટલેગરો પણ સક્રિય બની દીવમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા અવનવા કીમિયાઓ અપનાવી રહ્યા છે. જો કે, પોલીસ પણ હાલ તો ફાયર મોડમાં છે ત્યારે પ્યાસીઓ સાથે બૂલટેગરોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે.
ઉનાના ભાડાસી ગામના પાટીયા પાસેથી બાઇકની હેડલાઇનના નીચે ચોરખાનું બનાવી દીવથી દારૂની ખેપ મારતાં બુટલેગરને તેના બનાવેલા પ્લાનનો પર્દાફાશ કરી ઊના પોલીસે ઝડપી પાડ્યો હતો અને દારૂનો જથ્થો આપનાર અને દારૂ મંગાવનારને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી હતી.
ઉના નજીક આવેલ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાંથી દારૂ ભરેલી બાઇક નીકળવાની બાતમી ઉના પોલીસને મળતા પો.ઈન્સ. મહેન્દ્રસિંહ રાણાની સુચના મુજબ પો.સબ.ઈન્સ.આર.પી.જાદવ અને તેમની ટીમ સહિતનાઓએ ઉનાના ભાડાસી ગામના પાટીયા પાસે વાહન ચેકીંગ કામગીરી હાથ ધર્યું હતું. દીવના વણાકબારા, તડ થઈ ભાડાસી તરફ આવી રહેલી જીજે 32 એએફ 1026 નંબરની બાઈકને રોકાવી તપાસ હાથ ધરતાં બાઇકની આગળની હેડ લાઇટની નીચેના ભાગે બનાવેલું ચોરખાનામાંથી અને ડેકીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 2400 ની કિંમતની 48 નંગ બોટલ, મોબાઇલ અને બાઈક સહીત કુલ 45,400ના મુદ્દામાલ સાથે બુટલેગર જગદીશ હમીરભાઈ બાંભણિયા (રહે. સિલોજ તા.ઉના)ને ઝડપી પાડ્યો હતો.
દીવના બારમાંથી જથ્થો પૂરો પાડનાર રોહિત મોહનભાઈ વાજા (રહે ભિંગરણ તા.ઉના) અને પકડાયેલો દારૂનો જથ્થો મંગાવનાર રામજી દેગણભાઈ બાંભણિયા (રહે.સિલોજ તા.ઉના) મળી કુલ 3 બુટલેગર વિરૂદ્ધ ઉના પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0