આવકવેરાને લઈ યુનિયન બજેટ 2024 માં મોટી જાહેરાત કરવામાં આવી છે. સરકારે ન્યૂ ટેક્સ રિજીમમાં મોટી છૂટ આપી છે. હવેથી 3 થી 15 લાખની આવક પર હવે 20% થી વધારે ટેક્સ નહિ લાગે.
આવકવેરાને લઈ યુનિયન બજેટ 2024 માં મોટી જાહેરાત કરવામાં આવી છે. સરકારે ન્યૂ ટેક્સ રિજીમમાં મોટી છૂટ આપી છે. હવેથી 3 થી 15 લાખની આવક પર હવે 20% થી વધારે ટેક્સ નહિ લાગે.
આજે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પહેલું બજેટ રજૂ થયું છે. ત્યારે સરકારનું આ બજેટ લોકો માટે ફુલગુલાબી સાબિત થયું છે. સરકારે ખેડૂત, વિદ્યાર્થી, રોજગાર, મકાન, ટેક્સ, આરોગ્ય ક્ષેત્રે અનેક મોટી જાહેરાતો કરી છે. પરંતું સૌથી મોટી જાહેરાત ઈન્કમ ટેક્સ માટે કરવામાં આવી છે. આવકવેરાને લઈ યુનિયન બજેટ 2024 માં મોટી જાહેરાત કરવામાં આવી છે. સરકારે ન્યૂ ટેક્સ રિજીમમાં મોટી છૂટ આપી છે. હવેથી 3 થી 15 લાખની આવક પર હવે 20% થી વધારે ટેક્સ નહિ લાગે.
નવી આવકવેરાના માળખા પ્રમાણે ટેક્સ સ્લેબની જાહેરાત
• 3 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે
• 3 લાખથી 7 લાખ સુધીની આવક પર 5 ટકા ટેક્સ
• 7 લાખથી 10 લાખ સુધીની આવક પર 10 ટકા ટેક્સ
• 10 લાખથી 12 લાખ સુધીની આવક પર 15 ટકા ટેક્સ
• 12 લાખથી 15 લાખની આવક પર 20 ટકા ટેક્સ
• 15 લાખથી વધુની આવક પર 30 ટકા ટેક્સ
આવકવેરાના સ્લેબમાં પણ મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. આ અંતર્ગત હવે 0-3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. જ્યારે 3-7 લાખ રૂપિયા સુધીની આવક પર 5 ટકા ટેક્સ લાગશે. 7થી 10 લાખ રૂપિયા સુધીની કરપાત્ર આવક પર 10 ટકા ટેક્સ લાગશે. 10 થી 12 લાખ રૂપિયાની આવક પર 15 ટકા ટેક્સ લાગશે. 12-15 લાખ રૂપિયાની આવક પર 20% ટેક્સ અને 15 લાખ રૂપિયાથી વધુ આવક પર 30% ટેક્સ લાગશે. જોકે, જૂના ટેક્સ માળખામાં કોઈ ફેરફાર ન હોવાથી અનેક નાગરિકોને નિરાશા મળી છે.
F&O પર STT વધારવાની જાહેરાત. ફ્યુચર્સ પર STT દર વધારીને 0.02% કરવામાં આવ્યો હતો. વિકલ્પો પર STT દર વધીને 0.1% થયો. શેર બાયબેકથી થતી આવક કરપાત્ર રહેશે
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0